ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના રૈયા ગામ, ઈંટના ભઠ્ઠા સામે, ન્યુ ખોડીયાર નગર, રૈયાગામ મુક્તિધામ સ્મશાન સામે, રૈયા ગામ મુક્તિધામ સામે તા. 24-02-2025ના રોજ પરેશ શર્માનો જન્મદિવસ હોય તેથી પરેશ શર્મા તેના મિત્ર લક્ષ્મણસિંહ શાહુના ઘરે ગયા ત્યારે રાત્રીના પરત આવવા માટે નિકળતા તેજ શેરીમાં રહેતા યુવરાજ સોઢાના ઘર પાસે ચોકમા ફરીયાદીના પતિ તથા તેમના બે મિત્રો મસ્તી કરતા હોય જેથી પરેશ શર્મા, લક્ષ્મણસિંહ શાહુ અને તેના મિત્ર આ ત્રણેય જણાને મસ્તી કરવાની ના પાડતા તેવી સામન્ય બાબતે ઝગડો થતા આરોપીઓ 2વી મનસુખભાઈ ગોહીલ, ઉદય સોઢા, મોહીન ફિરોજભાઈ અલ્લારખા ભાઈ ગોરી, કરણ સંજયભાઈ સોઢા એમ મિત્રોએ ગાળો આપી ઢીકા પાટુનો માર મારેલ અને છરી વડે જીવલેણ હુમલો કરી ગંભીર ઈજાઓ કરેલ હોય જેથી ઈજા પામનાર પરેશ શર્માને તેમના બે મિત્રો સારવાર માટે હોસ્પીટલે લઈ ગયા હતા.
- Advertisement -
હકીકત અંગેની જાણ પરેશ શર્માના મિત્રએ પરેશ શર્માના પત્નિને કરેલી અને તેમની પત્નિએ ફરિયાદીના મિત્રએ જણાવેલુ હતું. બનાવ અંગેની ફરીયાદ ગાંધીગ્રામ-2(યુનિ.) પો.સ્ટેશને ભારતીય ન્યાય સંહીતાની કલમ-109(1), 118(1), 115(2), 3(5), 352 તથા જી.પી. એકટની કલમ-135(1) મુજબનો હકીકતોવાળો ગુન્હો નોંધાયેલ છે. ગાંધીગ્રામ-2 (યુનિ.) પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓ અટક કરી રાજકોટ જયુડિ.મેજી.(ફ.ક.) કોર્ટ સમક્ષ રજુ રાખેલા અને આરોપીઓ નામદાર નીચેની અદાલતમાં જામીન અરજી ગુજારતા તે જામીન અરજી નામંજુર કરી નામ નીચેની કોર્ટે રાજકોટ જીલ્લા જેલ હવાલે મોકલી આપેલા હતા. જેથી રવી મનસુખભાઈ ગોહીલ, ઉદય સોઢા, મોહીન ફિરોજભાઈ અલ્લારખા ભાઈ ગોરી, કરણ સંજયભાઈ સોઢાનાએ જામીન ઉપર મુક્ત થવા રાજકોટ સેશન્સ અદાલતમા જામીન અરજી દાખલ કરી હતી. જે જામીન અરજી ચાલવા ઉપર આવતા બંને પક્ષની રજુઆત બાદ આરોપીના બચાવ પક્ષે રોકાયેલા બચાવપક્ષના વિધ્વવાન વકીલ હેમલકુમાર બી. ગોહેલનાએ પોતાની દલીલમાં જણાવેલું ઉચ્ચ અદાલતોના ચુકાદોમા રજુ કરેલા અને ઉચ્ચ અદાલતોના પતીપાદીત કરેલા સિધ્ધાંતો હાલના કેસમાં પણ ધ્યાને લેવા દલીલમાં જણાવેલુ જે ધ્યાને લઈ આરોપીઓની જામીન અરજી સેશન્સ અદાલતે મંજુર કરતો હુકમ ફરમાવ્યો છે.