એર કૂલર કે પંખાની યોગ્ય વ્યવસ્થા ન થતા દર્દીના સ્વજનો ઘરેથી પંખા લઈ આવવા મજબૂર
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.25
- Advertisement -
રાજકોટ સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે. તાપમાનનો પારો 42 ડિગ્રીથી ઉપર જ રહે છે ત્યારે સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની હાલાત શું છે તે માટે દિવ્ય ભાસ્કરે તપાસ કરતા જાણવા અને જોવા મળ્યું હતું કે દર્દીઓ કે જે ખાટલા ઉપરથી ઊભા નથી થઈ શકતા તેઓ માટે એર કૂલર કે પંખાની યોગ્ય વ્યવસ્થા ન થતા તેમના સ્વજનો ઘરેથી પંખા લઈ આવવા મજબૂર થયા છે. ટ્રોમા સેન્ટરના પાંચમા માળે આવેલા મેલ વોર્ડમાં જ 15 પંખા હતા જ્યારે તેના ઉપરના છઠ્ઠા માળે મહિલાના વોર્ડમાં પણ 12 પંખા હતા. એક વોર્ડમાં જેટલા પંખા તંત્ર નથી લગાવી શક્યુ તેટલા તો દર્દીઓ ઘરેથી લઈ આવવા માટે મજબૂર બન્યા હતા.



