લોકોના ધાડે-ધાડાં ઉતર્યા, ગ્રીન માર્કેટ, રાધે મોલ, દુકાનો બંધ કરાવી: રેલી દરમિયાન વૃદ્ધાની તબિયત લથડી
ભાજપ-કોંગ્રેસની પોલીસ કમિશનરને રજૂઆત
ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ
- Advertisement -
કેન્દ્રીય ગૃહમંત્રી દ્વારા સંસદમાં ડો. બાબાસાહેબ આંબેડકરને લઈને આપવામાં આવેલા નિવેદનને લઈને ચાલતા વિરોધ વચ્ચે ગતરોજ (23 ડિસેમ્બર) અમદાવાદના ખોખરા વિસ્તારમાં કે. કા શાસ્ત્રી કોલેજ સામે જયંતિ વકીલની ચાલીની બહાર આવેલી ડો. બાબાસાહેબ આંબેડરની પ્રતિમાને અસામાજીક તત્ત્વો દ્વારા ખંડિત કરવામાં આવી છે. આ ઘટનાને પગલે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યાં હતા અને આરોપીઓની ધરપકડ કરવાની માગ સાથે ધરણા પર બેઠા હતાં. ઘટનાના બીજા દિવસે પણ પ્રતિમા પાસે ધરણા યથાવત છે.
આજે 24 ડિસેમ્બરને મંગળવારે ખોખરા બંધનું એલાન આપવામાં આવ્યું છે. હાલમાં ટોળાએ ખોખરા વિસ્તારમાં રાધે મોલ બંધ કરાવવાયો છે. ઉગ્ર બનેલા રહીશોએ અત્યાર સુધીમાં 300થી વધુ દુકાનો બંધ કરાવી છે. સાથે જ રોડ પર મોટી સંખ્યામાં લોકો ઉતરી આવતા ટ્રાફિકજામ થતા રોડ ડાઈવર્ટ કરવાની ફરજ પડી હતી.
કોંગ્રેસ પ્રમુખ હિંમતસિંહ પટેલે જણાવ્યું કે, ગઈકાલે મણીનગર વિધાનસભામાં ખોખરામાં બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા ખંડિત કરવામાં આવી છે. કેટલાક અસામાજીક તત્વો દ્વારા શાંત વાતાવરણને ડોળવા માટેનું કૃત્ય કર્યું છે. રાતનાં અંધારાની અંદર આ કૃત્ય કર્યું છે. ખૂબ જ મોટું સંખ્યામાં લોકો ઉશ્કેરાઈને રોડ પર ઉતર્યા છે.
- Advertisement -
ગઈકાલે પણ કોંગ્રેસનાં આગેવાનો ત્યાં પહોંચ્યા હતાં. ત્યાંના દૃશ્ર્યો ખૂબ જ વિચલિત છે. ચોક્કસ કોઈક ષડયંત્ર અને પ્લાનિંગથી આ કામ કર્યું છે. આરોપીઓને વહેલામાં વહેલી તકે પકડીને કડકમાં કડક સજા થાય તેવી માગ કરી છે. સ્થાનિક આગેવાનો સાથે પોલીસ ઈઈઝટ ચેક કરી રહી છે. જે ષડયંત્ર હોય તેની તપાસ કરવામાં આવે. ગઈંઅ દ્વારા તપાસ કરવામાં આવે. ખોખરાની ઘટનાને લઈ ભાજપ-કોંગ્રેસ બંને પક્ષના નેતાઓ પોલીસ કમિશનરને રજૂઆત કરવા પહોંચ્યા હતાં. જેમાં જીગ્નેશ મેવાણી, અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હિંમતસિંહ પટેલ, ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા, પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ અને અખઈ વિપક્ષ નેતા શહેઝાદખાન પઠાણ સહિતના આગેવનો ઉપસ્થિત રહ્યાં હતાં. તમામે તાત્કાલિક ધોરણે આરોપીઓની ધરપકડ થાય તે માટે કમિશનને રજૂઆત કરી છે.
આ સાથે ભાજપના સાંસદ દિનેશ મકવાણા, શહેર પ્રમુખ અમિત શાહ સહિતના ધારાસભ્યોએ બાબા સાહેબની પ્રતિમા પુન: સ્થાપવા કરવા પોલીસ કમિશનરને રજૂઆત કરી છે. સાથે બન્ને પક્ષોએ આરોપીઓને જલ્દી પકડવાની માંગ સાથે આવેદન આપ્યું છે.
28મીએ આખા દેશમાં વિરોધ કરશું: જીજ્ઞેશ મેવાણી
આ અંગે જીજ્ઞેશ મેવાણીએ જણાવ્યું કે, હાલ સંસદમાં આપેલા નિવેદનોનો મામલો રોકાયો નથી, એ પહેલા આંબેડકરજીની પ્રતિમા તોડી પાડવામાં આવી છે. 28 ડિસેમ્બરે આખા દેશમાં પ્રોટેસ્ટ કરવાનો કોલ આવ્યો છે, તેમાં અમે જોડાઈશું. રાજ્ય સરકારનું વર્તન દલિતો વિરુદ્ધનું છે.