યુપીના મતદારોનું ભાજપને ‘જયશ્રીરામ’
યોગી આદિત્યનાથની ગોરખપુર બેઠક પરથી 1 લાખ મતોથી જીત
ઉત્તરપ્રદેશમાં મોદી-યોગીનો ‘મેજીક’ યથાવત : બીજી વખત ભાજપ સરકાર બનશે
યુપીમાં ભાજપને તોતિંગ બહુમતી: ભાજપમાં જશ્નનો માહોલ : કોંગ્રેસ-બસપાને જોરદાર ફટકો
અરાજકવાદી, જીન્નાવાદી, પરિવારવાદી, માફિયાવાદી, સમાજવાદીઓની હાર અને વિકાસવાદીઓની ઐતિહાસિક જીત
5 રાજ્યની ચૂંટણીમાંથી 4માં ભાજપની અને 1માં ‘આપ’ની સરકાર બનશે
ચુંટણી હોય કે યુક્રેન ‘મોદી હૈ તો મુમકિન હૈ’: કિશાન આંદોલન-મોંઘવારી-બેકારીના મુદ્દા બુઠ્ઠા સાબિત: યુપીમાં ભાજપે ઇતિહાસ રચ્યો: ફરી યોગીનો રાજ્યાભિષેક થશે: પંજાબમાં ‘આપ’ની સુનામીમાં દિગ્ગજો તણાયા: ભગવત માન બનશે સીએમ: ઉત્તરાખંડમાં ફરી કમળ ખીલ્યુ: કોંગ્રેસના દિગ્ગજ નેતા હરીશ રાવત હાર્યા: ગોવામાં બહુમતિની નજીક પહોંચ્યુ ભાજપ: મણીપુરમાં ભાજપના કેસરીયા
- Advertisement -
PM મોદીએ જે 193 બેઠકો માટે યુપીમાં પ્રચાર કર્યો ત્યાં ભાજપને બહુમતી
યુપીમાં ભાજપનો ભગવો લહેરાયો છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીઍ જે 193 બેઠકો માટે પ્રચાર કર્યો હતો. ત્યાં ભાજપના ઉમેદવારોને બહુમતી મળી છે. નરેન્દ્રભાઇ મોદીઍ વારાણસી, ચંદ્રોલી મિર્જાપુર, વસ્તી, દેવરીયા, પ્રયાગરાજ, ગાજીપુર, બલીયા, ઉન્નાવ, સહારનપુર, કાસગંજ, કાનપુર દેહાત, સીતાપુર, ફતેહપુર, હરદોઇ, અમેઠી, પ્રયાગરાજ સહિતના અનેક વિસ્તારોમાં પ્રચાર કર્યો હતો.
બીજેપીએ 37 વર્ષનો રેકોર્ડ તોડ્યો
ઉત્તર પ્રદેશમાં અંદાજે 37 વર્ષ પછી આવું થઈ રહ્યું છે કે જ્યારે કોઈ સરકાર પૂર્ણ બહુમતી સાથે રિપીટ થઈ છે. યુપીમાં 2017 અને 2022માં બીજેપી પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવી રહી છે. આ પહેલાં આવું વર્શ 1980, 1985માં થયું હતું કે જ્યારે કોઈ સરકાર પૂર્ણ બહુમતી સાથે રિપીટ થઈ હતી. ત્યારે કોંગ્રેસે વર્ષ 1980માં 309, 1985માં 269 સીટો સાથે સરકાર બનાવી હતી.
યુપીમાં ખિલ્યું ‘કમળ’, સાયકલમાં ‘પંચર’, ‘હાથ-હાથી’ ગાયબ
- Advertisement -
યુપીમાં એક વાર ફરી યોગી આદિત્યનાથ અને પીએમ નરેન્દ્ર મોદીનો જાદુ ચાલ્યો છે. હાલના ટ્રેન્ડ મુજબ બીજેપી યુપીમાં બહુમત પ્રાપ્ત કરતી જોવા મળી રહી છે. હાલમાં 403માંથી 399 સીટો પરના પરિણામો આવ્યા છે તે હિસાબથી બીજેપી 272 સીટો પર આગળ ચાલી રહી છે. આ મતે બીજેપીને સ્પષ્ટ બહુમત મળી રહ્યો છે. બીજીબાજુ સપાના પ્રમુખ અખિલેશ યાદવના દરેક પ્રયત્નો નિષ્ફળ સાબિત થતા જોવા મળી રહ્યા છે. કોંગ્રેસનું પ્રદર્શન એકવાર ફરી અત્યંત નિરાશાજનક રહ્યું છે. યુપીમાં ફરી ભગવો લહેરાયો છે. રાજ્યમાં ફરી યોગીરાજ આવશે. ભાજપને તોતિંગ સિંહાસન મળ્યું છે. બીજેપીમાં જશ્નનો માહોલ જોવા મળી રહ્યો છે અને કોંગ્રેસ – બસપાને જોરદાર ફટકો મળ્યો છે. સપા અને બસપાનું નામોનીશાન જોવા મળ્યું નથી. આ સાથે જ યુપીમાં ફરી એકવાર જબરદસ્ત બહુમત મેળવીને બીજેપીએ ભગવો લહેરાવ્યો છે.
દેશના સૌથી મોટા રાજ્યમાં જનમત હાંસલ કરીને રાજનીતિનો નવો ઇતિહાસ સ્થાપિત કર્યો છે. યુપીમાં કુલ 403 બેઠકમાંથી 267 બેઠકો ઉપર બીજેપી, સપા 124, બસપા 3, કોંગ્રેસ 1 અને અન્ય 3 બેઠકો પર આગળ છે. યુપીની વિધાનસભા ચૂંટણી માટે દરેક રાજનૈતિક પક્ષોએ પ્રચારમાં પૂરી તાકાત લગાવી દીધી છે. બીજેપી પ્રચાર માટે અનેક ભોજપુરી સિતારાનો સહારો લીધો હતો. પરિણામોમાં બીજેપીને બહુમત મળતા જ આ સિતારાના ચહેરા ખીલી ઉઠયા છે. યુપી વિધાનસભા ચૂંટણી પ્રચારમાં નિરહુઆએ તેમની સંપૂર્ણ તાકાત લગાવી દીધી હતી. તેઓએ પૂર્વાંચલના અનેક ઉમેદવારો માટે ચૂંટણી પ્રચાર કર્યો હવે પરિણામોમાં બીજેપીને બહુમત મળ્યો છે. યુપી – બિહારમાં નિરહુઆના અત્યંત ફેન ફોલોઇન છે. જોકે કંગના રનૌતે બીજેપી માટે પ્રચાર કર્યો ન હતો, પરંતુ તે સોશિયલ મીડિયા પર શરૂઆતથી જ યોગી આદિત્યનાથ અને પીએમ મોદીને સપોર્ટ કરતી જોવા મળે છે.
ચૂંટણીના માહોલમાં કંગના ઈન્સ્ટાગ્રામ પર ભાજપને વોટ કરવાની અપીલ કરતી જોવા મળી હતી. હાલમાં કંગના તરફથી જીત તરફ આગળ વધી રહેલી પાર્ટી પર કોઈ નિવેદન આવ્યું નથી. ભોજપુરી સિનેમાની જાણીતી અભિનેત્રી રાની ચેટર્જી ચૂંટણી પ્રચારમાં કોંગ્રેસમાં જોડાઈ હતી. રાની કોંગ્રેસના કેમ્પેઈન ‘બાલિકા હું લડત શક્તિ હૂં’ની બ્રાન્ડ એમ્બેસેડર બની હતી. રાની ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસના આ અભિયાનને આગળ વધારતી જોવા મળી હતી, પરંતુ યુપી ચૂંટણીના પરિણામો રાની ચેટર્જીને નિરાશ કરી શકે છે.
ભોજપુરી ગાયક અને સ્ટાર પવન સિંહે પણ આ વખતે ભાજપના ઉમેદવારો માટે ઘણા રોડ શો કર્યા. આ દરમિયાન તેમને જોવા અને સાંભળવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. વિજય તરફ આગળ વધી રહેલી ભાજપ માટે પવન સિંહની મહેનત રંગ લાવી રહી છે. રવિ કિશન અને મનોજ તિવારી ભોજપુરીના જાણીતા અભિનેતા અને ગાયકો છે. બંને ઘણા વર્ષોથી ભાજપ સાથે પણ જોડાયેલા છે. યુપી વિધાનસભા ચૂંટણીમાં આ બંનેએ બીજેપીના સમર્થનમાં એક ગીત પણ કંપોઝ કર્યું હતું, જે ખૂબ જ વાયરલ થયું હતું.