છેલ્લા 8 વર્ષથી અમે હિનભાવનાની બેડીઓ તોડી છે, ધાર્મિક સ્થળોના વિકાસને આગળ રાખ્યો છે, અમે રામમંદિર, કેદારનાથ, મહાકાલના ગૌરવને પુનર્જીવિત કર્યું છે: દીપ પ્રાગટય પ્રસંગે વડાપ્રધાને પોતાની ગુજરાતી કવિતા સંભળાવી: વિપક્ષોનું નામ લીધા વિના વિપક્ષો પર પ્રહાર- તેઓ કયારેક રામના અસ્તિત્વ સામે સવાલો ઉઠાવતા હતા
વડાપ્રધાન મોદી ગઈકાલે પહેલીવાર અયોધ્યાના ભવ્ય દીપોત્સવ કાર્યક્રમમાં સામેલ થયા હતા. અયોધ્યાવાસીઓને સંબોધનમાં મોદીએ પોતાની સરકાર પહેલા ધર્મસ્થળોની બદહાલીનો ઉલ્લેખ કરીને પુર્વવર્તી સરકારો (વિપક્ષ) પર પ્રહારો કર્યા હતા.
- Advertisement -
મોદીએ જણાવ્યું હતું કે એક સમય એવો હતો કે જયારે ભગવાન રામના બારામાં આપણી સભ્યતાના બારામાં વાત કરવાનું ટાળવામાં આવતું હતું. આ જ દેશમાં ભગવાન રામના અસ્તિત્વ પર સવાલ ઉઠાવવામાં આવતા હતા. તેનું પરિણામ એ આવ્યું કે આપણી ધાર્મિક સાંસ્કૃતિક ઓળખ પાછળ છૂટતી ગઈ. આપણા દેશનો ધાર્મિક વિકાસ પાછળ રહી ગયો. અયોધ્યા આવતા હતા તો મન દુ:ખી થઈ જતું હતું.
વારાણસીની ગલીઓ પરેશાન કરતી હતી. જેને આપણે આપણા અસ્તિત્વના પ્રતીક માનતા હતા, તે જ ખરાબ હાલતમાં હતા, પણ હવે આપણે હિન ભાવનાની બેડીઓ તોડી છે. છેલ્લા આઠ વર્ષમાં ધાર્મિક સ્થળોમાં વિકાસકામને આગળ રાખ્યા છે. અમે રામમંદિર, કેદારનાથ, મહાકાલ સુધી ઘનઘોર ઉપેક્ષાના શિકાર અમારી આસ્થાના ગૌરવને પુનર્જીવિત કર્યા છે.
जन्मभूमि मम पुरी सुहावनि।
- Advertisement -
उत्तर दिसि बह सरजू पावनि॥
अयोध्या की सरयू आरती में शामिल होने का सौभाग्य मिला। pic.twitter.com/iR9V6A5bFB
— Narendra Modi (@narendramodi) October 23, 2022
અયોધ્યાના વિકાસ માટે હજારો કરોડ રૂપિયાની નવી યોજનાઓ શરૂ કરવામાં આવી. માર્ગો બની રહ્યા છે, ચાર રસ્તાઓ વિકસીત થઈ રહ્યા છે, ઘાટો સજી રહ્યા છે. અયોધ્યાનો વિકાસ નવા પરિમાણ સ્પર્શી રહ્યો છે. રેલવે સ્ટેશનના વિકાસની સાથે સાથે આંતરરાષ્ટ્રીય કનેકટીવીટી માટે એરપોર્ટ પણ બની રહ્યા છે.
મોદીએ રામલલાના દર્શન કર્યા, મંદિરનું નિર્માણ નિહાળ્યું
ઓગષ્ટ 2020માં ભવ્ય રામમંદિરના શિલાપૂજન બાદ પહેલીવાર મોદી અયોધ્યા આવ્યા હતા. જયાં તેમણે સૌથી પહેલા રામલલાના દર્શન કર્યા હતા અને રામમંદિરમાં દીપ પ્રગટાવ્યા હતા. ગર્ભગૃહની પરિક્રમા કરી હતી. રામમંદિરના નિર્માણની વિગત પણ મેળવી હતી. ત્યારબાદ તેઓ સીધા રામકથા પાર્ક પહોંચ્યા હતા. જ્યાં રામ, લક્ષ્મણ, જાનકીની પુજા-અર્ચના કરી હતી. ભગવાન રામનો પ્રતીકાત્મક રાજ્યાભિષેક કર્યો હતો.
ત્યારબાદ સરયુ તટ પર લેસર શો જોયો હતો અને આરતીમાં સામેલ થયા હતા. આ તકે વડાપ્રધાને જણાવ્યું હતું કે અયોધ્યામાં રામમંદિરના નિર્માણ બાદ અહીં પર્યટન વધી જશે. બીજા દેશોના લોકો પણ અહીં આવશે. ભલે શ્રીરામનો જન્મ અયોધ્યામાં થયો હોય પણ તે સૌના આરાધ્ય છે.પીએમ મોદી પોતાની ગુજરાતી કવિતાનું પઠન કર્યું: વડાપ્રધાને રામ કી પૈડી પર ઝગમગ દીપોને પ્રજ્જવલિત કરતા સમયે લખેલી પોતાની એક કવિતા પણ સંભળાવી હતી. આ કવિતા ગુજરાતી ભાષામાં હતી.
अवधपुरी अति रुचिर बनाई।
देवन्ह सुमन बृष्टि झरि लाई।।
लाखों दीयों से जगमगा रही अयोध्या नगरी में भव्य और दिव्य दीपोत्सव का दृश्य मन को मोह लेने वाला है। pic.twitter.com/AgWPExywWD
— Narendra Modi (@narendramodi) October 23, 2022
દીપાવલીની પૂર્વ સંધ્યાએ અયોધ્યામાં લાખો દીવડામાં પ્રગટયું રામ મંદિર!
દિવાળીની પૂર્વ સંધ્યાએ રવિવારે અયોધ્યાની સરયુ નદીના ઘાટ પર 17 લાખ દીવડાઓ ઝગમગી ઉઠયા હતા. આ એક અલૌકીક દ્દશ્ય હતું. લાખો દીપની વચ્ચે લોકોની આંખોમાં પણ આસ્થા અને ઉમંગના દીવા પ્રગટયા હતા!
આ પ્રસંગે રામ કી પૈડી પર વડાપ્રધાન મોદી, ઉત્તર પ્રદેશના રાજયપાલ આનંદીબેન પટેલ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ આરતીમાં સામેલ થયા હતા. આ લાખો દીવડામાં ઉભરી આવેલી રામંદિરની આકૃતિએ આકર્ષણ ઉભું કયુર્ં હતું.