રામ નવમી નિમિત્તે દેશ વિદેશમાં રામજન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. રવિવારે (6 એપ્રિલ) વહેલી સવારથી જ રામ મંદિર પરિસરમાં વિવિધ કાર્યક્રમ જોવા મળ્યા હતા. બપોરે 12 વાગ્યે રામલલાના મસ્તક પર સૂર્યતિલક કરવામાં આવ્યું હતું. આ અવરસના સાક્ષી બનવા માટે દેશ-વિદેશના શ્રદ્ધાળુઓ રામનગરી પહોંચ્યા હતાં. અહીં આવનારા ભક્તો પર ડ્રોન દ્વારા સરયૂના પવિત્ર જળનો વરસાદ કરવામાં આવ્યો હતો. આ સાથે અયોધ્યા નગરમાં 2 લાખ દિવડા પ્રગટાવવામાં આવ્યા છે, જે બાદ સમગ્ર નગરી ઝગમગી ઉઠી હતી.
સરયુ નદીના કિનારે બે લાખ દીવા પ્રગટાવાયા
- Advertisement -
રામનવમી પર સૂર્ય તિલક કર્યા પછી સાંજે અયોધ્યા શહેર દીવાઓથી ઝળહળી ઉઠ્યું. રવિવારે સાંજે સરયુ નદીના કિનારે બે લાખ દીવા પ્રગટાવવામાં આવ્યા હતા. અયોધ્યા નગરીનો નજારો જોઈને એવું લાગતું હતું કે, જાણે રામ નગરીમાં ભક્તિનો રસ હવામાં ભળી ગયો હોય. મંદિરમાં શંખનાદ કરવામાં આવ્યો હતો. રામ નવમીના અવસર પર અયોધ્યાને એવી રીતે શણગારવામાં આવ્યું હતું કે, જાણે આખું શહેર ભગવાન રામ મય બની ગયું હતું.
12.00 વાગ્યે રામ જન્મોત્સવની સાથે સૂર્ય અભિષેક
ઉલ્લેખનીય છે કે, રામ નવમી પર ભગવાન શ્રીરામ લલ્લાની જન્મજયંતિ અયોધ્યામાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવી હતી. બપોરે 12.00 વાગ્યે રામ જન્મોત્સવની સાથે સૂર્ય અભિષેક સાથે ભગવાન રામની સ્તુતિના મંત્રોચ્ચાર કરવામાં આવ્યા છે. અયોધ્યા સહિત સમગ્ર વિશ્વભરમાં ગગનભેદી જયઘોષ ગુંજી ઉઠ્યા. જે લોકો અયોધ્યા નથી પહોંચી શક્યા તેઓ પોતાના સ્થળે રામલલાના મસ્તકાભિષેકનું લાઇવ પ્રસારણ જોઈને ધન્ય બન્યા હતા.
- Advertisement -
કેવી રીતે કરાયું સૂર્ય તિલક?
મંદિરના ઉપરના ભાગ પર લાગેલા દર્પણ પર સૂર્યની કિરણો પડીને ત્યાંથી પરાવર્તિત થઈને પિત્તળની પાઇપમાં પહોંચી. પાઇપમાં લગાવવામાં આવેલા દર્પણથી અથડાઈને કિરણ 90 ડિગ્રી કાટકોણમાં બદલાઈ ગઈ. લાંબી પિત્તળની પાઇપમાં લાગેલા ત્રણ લેન્સથી કિરણો આગળ વધતા ગર્ભગૃહમાં લાગેલા દર્પણ સાથે અથડાઈ. અહીંથી 90 ડિગ્રીનો કાટખૂણો બનીને 75 કિ.મી તિલકના રૂપે રામલલાના કપાળ પર સુશોભિત થયું હતું.
રામ જન્મોત્સવ પર રામલલાને રત્ન જડિત પીળા વસ્ત્ર અને સોનાના મુગટ ધારણ કરેલું હતું. બપોરે 12 વાગ્યે રામજન્મ સાથે જ સૂર્ય કિરણોથી ચાર મિનિટ સુધી રામલલાને સૂર્ય તિલક કરવામાં આવ્યું. આધ્યાત્મ તેમજ વિજ્ઞાનના આ અદ્ભુત સંગમને જોઈ સૌ કોઈ ભક્તિમય વાતાવરણમાં લીન થઈ ગયા હતાં.