જે ક્ષણની સમગ્ર દેશવાસીઓ કાગડોળે રાહ જોઇ રહ્યાં હતા તેનો આજે અંત આવશે. એટલે કે 500 વર્ષની પ્રતિક્ષા બાદ આજે રામલલાની અયોધ્યા રામમંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા થશે. ત્યારે અયોધ્યામાં આજે દિવસભર કેવો માહોલ સર્જાશે તેની પળેપળની અપડેટ અહીં મળતી રહેશે.
અમિતાભ બચ્ચનથી લઇને અનેક દિગ્ગજો પહોંચ્યા રામ મંદિર, જુઓ VIdeos-PHOTOS
- Advertisement -
#WATCH | Uttar Pradesh: Actors Amitabh Bachchan and Abhishek Bachchan at the Shri Ram Janmabhoomi Temple in Ayodhya to attend the Ram Temple Pran Pratishtha ceremony #RamMandirPranPrathistha pic.twitter.com/Oz118X1hrO
— ANI (@ANI) January 22, 2024
- Advertisement -
રોહિત, રણબીર કપૂર, આલિયા ભટ્ટ સહિત કલાકારો ઉપસ્થિત
#WATCH | Actors Madhuri Dixit Nene, Vicky Kaushal, Katrina Kaif, Ayushmann Khurrana, Ranbir Kapoor, Alia Bhatt and filmmaker Rohit Shetty arrive at Shri Ram Janmabhoomi Temple in Ayodhya to attend the Pran Pratishtha ceremony pic.twitter.com/UNLxN1ULLg
— ANI (@ANI) January 22, 2024
રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા સરયુ ઘાટ રામ સિયારામથી ગૂંજી ઉઠ્યો
#WATCH | Ayodhya, Uttar Pradesh: Visuals from Saryu Ghat ahead of the Pran Pratishtha ceremony of Ram Temple, today. pic.twitter.com/cOalkzIfQM
— ANI (@ANI) January 22, 2024
‘રામ મંદિરના દર્શન માટે હું ઉત્સુક છું’: ઇઝરાયલ રાજદૂત
#राममंदिरप्राणप्रतिष्ठा के इस शुभ अवसर पर भारत के लोगों को हार्दिक शुभकामनाएं। यह दुनिया भर के भक्तों के लिए एक ऐतिहासिक क्षण है।
मैं #अयोध्या में #राममंदिर के जल्द दर्शन के लिए उत्सुक हूं; यकीनन वह मेरे पास मौजूद इस मॉडल से भी अधिक भव्य और सुंदर होगा।#RamMandir… pic.twitter.com/EXhgyftoxj
— Naor Gilon (@NaorGilon) January 22, 2024
મહેંદીની સાથે ‘જય શ્રી રામ’ લખતી વારાણસીની મહિલાઓ
#WATCH | Uttar Pradesh | Women in Varanasi applied Mehndi on their palms and wrote 'Jai Shri Ram' with henna yesterday. They also sang Ram Bhajans.
Ayodhya Ram Temple pranpratishtha ceremony is taking place today. pic.twitter.com/NTouxpmxSZ
— ANI (@ANI) January 22, 2024
રામલલાની પ્રાણ પ્રતિષ્ઠામાં પહોંચતા પહેલા એક્ટર અનુપમ ખેરે કર્યા હનુમાનગઢીના દર્શન
#WATCH | Actor Anupam Kher offers prayers at Hanuman Garhi Mandir in Ayodhya, Uttar Pradesh. pic.twitter.com/gTE6pipicI
— ANI (@ANI) January 22, 2024
અયોધ્યામાં રામ મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પહેલા યુનાઇટેડ સ્ટેટ્સમાં ભક્તોએ બોલાવી રામ ધૂન
#WATCH | Indian diaspora in the United States sing Ram Bhajan at the Hindu Temple of Minnesota ahead of the Pran Pratishtha ceremony at Ram Temple in Ayodhya. pic.twitter.com/mwFC6DtgyU
— ANI (@ANI) January 22, 2024
માત્ર ભારત જ નહીં વિદેશોમાં પણ રામનામનો ડંકો વાગી રહ્યો છે. એવામાં રામલલાની આજે પ્રાણ પ્રતિષ્ઠાને લઇને આખું અયોધ્યા આજે સંપૂર્ણપણે છાવણીમાં ફેરવાઈ ગયું છે. એન્ટ્રી પોઈન્ટથી લઈને મંદિર પરિસર સુધી અયોધ્યામાં દરેક ખૂણે પોલીસ અને ATS કમાન્ડોને તૈનાત કરી દેવાયા છે. બીજી બાજુ અયોધ્યામાં બહારથી આવતા લોકોને પ્રવેશ આપવાનો પણ બંધ કરી દેવાયો છે.
આજે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે દેશ-વિદેશના અનેક અતિથીઓ પણ ગઇકાલથી જ અયોધ્યા પહોંચી ગયા છે. જેમાં સંઘ પ્રમુખ મોહન ભાગવતથી લઇને પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, મુકેશ અંબાણી, ગૌતમ અદાણી, અમિતાભ બચ્ચન સહિત અનેક દિગ્ગજ હસ્તીઓ સામેલ થશે.
#WATCH | Telangana | Actor Ram Charan leaves from Hyderabad for Ayodhya in Uttar Pradesh as Ayodhya Ram Temple pranpratishtha ceremony to take place today.
He says, "It's a long wait, we are all very honoured to be there." pic.twitter.com/6F4oBZylS8
— ANI (@ANI) January 22, 2024
PM મોદી બપોરે 12:05 થી 12:55 સુધી પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ભાગ લેશે
પોતાના અનામત કાર્યક્રમથી અલગ થઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી બપોરે 12:05 થી 12:55 સુધી એટલે કે લગભગ 50 મિનિટ સુધી પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ભાગ લેશે. આ પછી તે પૂજા સ્થળથી નીકળીને બપોરે 1 વાગ્યાની આસપાસ જાહેર કાર્યક્રમમાં ભાગ લેશે. તેઓ અહીં બપોરે 2 વાગ્યા સુધી રોકાશે. આ કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ પીએમ મોદી લગભગ 2.10 વાગ્યે કુબેલ ટીલા પહોંચશે અને દર્શન કરશે. આ પછી તેઓ બપોરે 2.25 વાગ્યે હેલિપેડ માટે રવાના થશે. ત્યારબાદ તેઓ 2.40 વાગ્યે હેલિપેડથી એરપોર્ટ માટે રવાના થશે. તેઓ બપોરે 3.05 કલાકે એરપોર્ટથી દિલ્હી જવા રવાના થશે. આ રીતે પીએમ મોદી અયોધ્યામાં લગભગ સાડા પાંચ કલાક રોકાશે.
#WATCH | Mumbai: Superstar Amitabh Bachchan leaves for Ayodhya.
Pran Pratishtha ceremony of Ayodhya's Ram Temple will take place today. pic.twitter.com/pOecsD92XQ
— ANI (@ANI) January 22, 2024
જાહેર સભાને પણ સંબોધશે
રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ શેર કરેલી માહિતી અનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી રામલલા પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમના અવસર પર એક વિશાળ જનસભાને પણ સંબોધિત કરશે. રામ મંદિરની સામે કેન્દ્રીય શિખર અને અન્ય બે શિખરો સાથે ખુલ્લા મંચ પર ખુરશીઓ સ્થાપિત કરવામાં આવશે. આ જાહેર સભા માટે 6 હજાર જેટલી ખુરશીઓ ગોઠવવામાં આવશે.
અયોધ્યાની કડક સુરક્ષા
બીજી તરફ અયોધ્યાની કડક સુરક્ષાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે ત્યાં યોજાનાર સમારોહ માટે યુપી પોલીસ દ્વારા 3 ડીઆઈજી તૈનાત કરવામાં આવ્યા છે. આ સિવાય 17 IPS અને 100 PPS સ્તરના અધિકારીઓ સુરક્ષા સંભાળી રહ્યા છે. આ અધિકારીઓની સાથે 325 ઈન્સ્પેક્ટર, 800 સબ ઈન્સ્પેક્ટર અને 1000થી વધુ કોન્સ્ટેબલ પણ તૈનાત છે.. આમ કોઈપણ જગ્યાએથી આ મહોત્વમાં વિઘ્ન ઊભું ન થાય તેની કાળજી લેવામાં આવી છે. સમગ્ર અયોધ્યાને રેડ ઝોન અને યલો ઝોનમાં વહેંચવામાં આવી છે. pscની 3 બટાલિયન રેડ ઝોનમાં તૈનાત કરવામાં આવી છે જ્યારે યલો ઝોનમાં 7 બટાલિયન છે. આમ અયોધ્યા અભેધ કિલ્લો બની ગયો છે.
રામલલાને ગર્ભગૃહમાં સ્થાપિત કરાયા છે
ઉલ્લેખનીય છે કે, 18 જાન્યુઆરીએ રામલલાને ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવ્યા હતા. 22મી જાન્યુઆરીએ બપોરે 12.20 કલાકે રામલલાના જીવનનો અભિષેક કરવામાં આવશે. વિગ્રહની આંખની પટ્ટી હટાવીને તેને અરીસો બતાવવામાં આવશે. રામ મંદિરમાં ભગવાન રામને બાળકના રૂપમાં સ્થાપિત કરવામાં આવ્યા છે.