કરિયાણાની વિવાદીત જમીન રાજકોટનાં મહેતા પરિવારે ક્યા આધારે પવનચક્કી કંપનીને આપી દીધી?
વિવાદીત જમીનમાં પવનચક્કી ઈન્સ્ટોલ કરવા માટે કોઈ જ પ્રકારની સરકારી મંજૂરી લેવામાં આવી નથી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
અમરેલીના કરીયાણા ગામે AYANA POWER અને કોન્ટ્રાક્ટ એજન્સી ONIX POWER દ્વારા પણ ગેરકાયદે પવનચક્કી ઉભી કરાઈ હોવાનું જાણમાં આવ્યું છે.AYANA POWER અને કોન્ટ્રાક્ટ એજન્સી ONIX POWER દ્વારા પ્રાઈવેટ માલિકીની જમીન ગામ-કરીયાણા તા-બાબરા સર્વે નં. 173ની જમીન પર બિનખેતી કર્યા વગર જ પવનચક્કી ખડકી દેવામાં આવી છે. આ બંને વચ્ચેના રેન્ટ એગ્રીમેન્ટમાં પણ સ્પષ્ટ ઉલ્લેખ છે કે, જ્યાં સુધી જમીન બીન ખેતી ન થાય ત્યાં સુધી તેનો ખેતી સિવાયના હેતુ માટે ઉપયોગ કરી શકાશે નહીં. જે જમીન મહેતા પરિવારે રાજકોટમાં લુણાગરિયા પરિવારને વેચી દીધી છે જેની વેંચાણ નોંધ પણ નામંજૂર થઈ છે તો પછી આ વિવાદિત જમીન મહેતા પરિવાર ક્યાં આધારે પવનચક્કી કંપનીને આપી સમગ્ર મામલામાંથી છૂટી શકે?
આ જમીનના માલિક મેહતા પરિવાર ખેડૂત ખાતેદાર ન હોવાથી પ્રાંત કચેરીમાં દાવો ચાલતો હોય, આ દાવાનું જમન/વશી/244/24 તા 7/2/2024થી ચાલે છે જે ચાલતો હોવાથી આ જમીનને લગતા ફેરફાર કરવા કાયદાકીય રીતે અસંભવ છે. મતલબ કે આ જગ્યા બિનખેતી થઈ શકે તેમ નથી તો પછી AYANA POWER ક્યાં આધારે ONIX POWERને કોન્ટ્રાક્ટ આપી પવનચક્કી ઉભી કરી શકે?
આ સિવાય ઉપરોક્ત વિવાદીત જમીનમાં સરકારી તંત્રએ કોઈપણ મંજૂરી આપી નથી અને આપી હોય તો બિનખેતી વગર કોમર્શિયલ હેતુ માટે ખેતીની જમીનનો ઉપયોગ કોના કહેવાથી થાય છે? એ સવાલ પણ ઉદભવી રહ્યો છે. હવે આ મામલે હાઇકોર્ટમાં પિટિશન બાદ જ સત્ય બહાર આવશે એવું જણાય છે.
- Advertisement -
ભાડાં કરારમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે, જ્યાં સુધી જમીન બિનખેતી ન થાય ત્યાં સુધી ખેતી સિવાયનાં હેતુ માટે તેનો ઉપયોગ થઈ શકશે નહીં!
ફરિયાદીએ પ્રાંત અધિકારીને ફરિયાદ કરતાં પવનચક્કી સીલ કરવા તરફ આગળ ધપતી કાર્યવાહી: પ્રાંત અધિકારી પગલાં લેવા આક્રમક મૂડમાં
અયાના ક્યાંની કંપની છે?
ઑનિક્સ અને ઑપેરા ક્યાંની કંપની છે?
ગ્રીન એનર્જીના નામે સરકાર પાસેથી પ્રોત્સાહન મેળવીને કોન્ટ્રાકટર એંજસીઓને કોઈ પણ પ્રકારે પોતાની પવનચકકીઓ ઊભી કરવામાં રસ ધરાવે છે. અભણ ખેડૂતોને મસમોટા એગ્રીમેંટથી પોતાની જાળમાં ફસાવીને કામ પતાવીને ચાલ્યા જાય છે અને ગરીબ ખેડૂત પોતાના આર્થિક ખેચતાણના લીધે આવા ટૂંકા ગાળાના કાયદાના લોભમાં ફસાઈ જાય છે. આવા કામ માટેના હલાણ માટે પણ ખેડૂતોને દબાવવામાં આવે છે અને પર્યાવરણને નુકશાન પહોંચાડે એવી રીતે પવનચક્કીથી લઈને 66 ઊંટ તથા સબસ્ટેશન સુધી થાંભલાઓ ખોડવામાં આવે છે. પ્રાઈવેટ માલિકી હોઈ તો થાંભલા દીઠ એકવારનું ચૂકવણું કરી ખેડૂતોની જમીનમાં દિવસ-રાત ગમે ત્યારે ઘૂસવાનો પરવાનો મેળવીને ખેડૂતોને માનસિક ત્રાસ આપવામાં આવે છે. કોઈ ખેડૂતને સારા વરસાદની સારી એવી ખેતી કરેલ હોય અને એવો પાક ઊભો હોય અને જો આજુ-બાજુની કોઈ પવનચક્કી ખરાબ થાય તો મસમોટા વાહનો તેના ખેતરમાંથી ચલાવીને પવનચક્કી રીપેર કરવામાં આવે છે કારણ કે, અગાઉ આ લોકોએ ખેડૂતોને એગ્રીમેન્ટની જાળમાં ફસાવી લીધા હોય છે. આ ગ્રીન એનર્જીના નામે કોર્પોરેટ લેન્ડ ગ્રેબિંગ ચાલી રહ્યું છે અને જો આની સામે સવાલ ઉઠાવીએ તો સરકારી તંત્રનું મોઢું બંધ કરી દેવામાં આવે છે. અને તે કઈ રીતે થાય છે. તે હોશિયાર લોકોને સમજાવા ના પડે, જો સરકારને આવી રીતે જ ગ્રીન કોર્પોરેટ લેન્ડ ગ્રેબર્સને ઉપજાઉ જમીનમાં આડેધડ પવનચક્કી ઊભી કરવા દેવી હોય તો ખેડૂત ખેતી કયા કરશે. ખરેખર આવા પ્રોજેક્ટસની મંજૂરી બંજર જમીન, ખારાશવાળી જમીન તથા દરિયાઈ પટ્ટા પર જ સીમિત હોવી જોઈએ બાકી આવા ઉદ્યોગપતિઓ ગ્રીન એનર્જીના નામે સરકારી સહાય અને પ્રોત્સાહન મેળવીને ખેડૂતોની ફળદ્રુપ અને ઉપજાવ જમીનને નષ્ટ કરી નાખશે.