Elets Innovation Project કેટેગરીમાં એવોર્ડ
અત્યાર સુધીમાં મનપાએ આશરે 27,000થી વધારે આવાસોની કામગીરી પૂર્ણ કરી
કેન્દ્ર સરકારના આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત ELETS દ્વારા 19 એપ્રિલના રોજ દિલ્હી ખાતે ELETS INNOVATION AWARDSનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન હેઠળ રાજકોટ મનપાના હાઉસિંગ ડેવલોપમેન્ટ કેટેગરી અંતર્ગત વેસ્ટ ઝોન પેકેજ 2 અંતર્ગત ટી.પી.28 એફ.પી. 3અ, અંબિકા ટાઉનશીપ પાસે બની રહેલા EWS-II પ્રકારના 210 આવાસ માટેનું નોમિનેશન કરવામાં આવ્યું હતું. જેને હાઉસિંગ કેટેગરી અંતર્ગત ELETS INNOVATION AWARDSનો એવોર્ડ તથા સર્ટીફિકેટ એનાયત કરવામાં આવ્યું છે તેમ મેયર પ્રદિપ ડવ, સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેન પુષ્કર પટેલ. મનપા કમિશનર અમિત અરોરા અને હાઉસિંગ ઈમ્પ્રુવમેન્ટ અને ક્લીયરન્સ સમિતિના ચેરમેન વર્ષાબેન રાણપરાએ જણાવ્યું હતું.
આ આવાસ યોજનામાં ગ્રીન બિલ્ડીંગ કોન્સેપ્ટને આધારિત આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ઉર્જાના સામાન્ય ઉપયોગ માટે સોલાર PV સીસ્ટમ, વરસાદી પાણીના બચાવ માટે રેઇન વોટર હાર્વેસ્ટિંગ વગેરેની વ્યવસ્થા કરવામાં આવી છે. રેઇન વોટર હાર્વેસિ્ંટગ સિસ્ટમના કારણે મહત્તમ સમય દરમિયાન વરસાદી પાણીના થયેલાં જળ સંચયનો ઉપયોગ થઈ શકશે. આ ઉપરાંત બિલ્ડીંગનું ઓરીએન્ટેશન ઉત્તર-દક્ષિણ દિશા તરફનું રાખવામાં આવ્યું છે. તમામ આવાસોમાં ક્રોસ વેન્ટીલેશન રાખવામાં આવ્યું છે જેથી આવાસમાં હવા ઉજાસ બની રહે. વિવિધ આવાસ યોજના હેઠળ રાજકોટ મનપા દ્વારા અત્યાર સુધીમાં આશરે 27 હજારથી વધુ આવાસોની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.
- Advertisement -
સમાજના ઓછી આવક ધરાવતાં અને મધ્યમવર્ગીય પરિવારો માટે આવાસ યોજના આશીર્વાદ સમાન છે. જનતાને ઘરની સાથે તમામ માળખાકીય સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવે છે. તેમજ આવાસમાં દુકાનોનું નિર્માણ કરવાથી મનપાને પણ દુકાનોના વેચાણથી આર્થિક ફાયદો થાય છે.