ખાસ-ખબર સંવાદદાતા
વોર્નરના 42 બોલમાં 10 ચોગ્ગા સાથેના 65 રન અને ફિન્ચ સાથેની તેની 41 બોલમાં 70 રનની ભાગીદારીને સહારે ઓસ્ટ્રેલિયાએ શ્રીલંકાને ત્રણ ઓવર બાકી હતી, ત્યારે સાત વિકેટથી હરાવ્યું હતુ. જીતવા માટેના જરુરી 155 રન ઓસ્ટ્રેલિયાએ 17 જ ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને પાર પાડયો હતો.
લાંબા સમયે ફોર્મમાં પાછા ફરેલા વોર્નરે આક્રમક બેટીંગ કરતાં ટીમને જીતને આરે પહોંચાડી હતી. વોર્નર-સ્મિથે 50 રન જોડયા હતા. જે પછી સ્ટીવ સ્મિથ (28*) અને સ્ટોઈનીસ (16*)ની જોડીએ 12 બોલમાં અણનમ 25 રન કરતાં ઓસ્ટ્રેલિયાને જીતાડયું હતુ. હસારંગાને બે વિકેટ મળી હતી.
- Advertisement -
કુસલ પરેરા અને અસાલાન્કાના 35-35 રનની મદદથી શ્રીલંકાએ ઓસ્ટ્રેલિયા સામેની ટી-20 વર્લ્ડ કપની સુપર-12 મેચમાં છ વિકેટે 154 રન કર્યા હતા. ભાનુકા રાજપક્ષે 26 બોલમાં 33 રને નોટઆઉટ રહ્યો હતો. જ્યારે ઓસ્ટ્રેલિયાના સ્ટાર્ક, કમિન્સ અને ઝામ્પાએ 2-2 વિકેટ ઝડપી હતી.
ઓસ્ટ્રેલિયાએ દુબઈમાં રમાયેલી મેચમાં ટોસ જીતીને પ્રથમ શ્રીલંકાને બેટીંગમાં ઉતાર્યું હતુ. નિસાંકા 7 રને કમિન્સનો શિકાર બન્યો હતો. જોકે કુસલ પરેરા અને અસાલાન્કાએ બીજી વિકેટની ભાગીદારીમાં 63 રન જોડતા ટીમને મજબુત સ્થિતિ તરફ આગળ ધપાવી હતી. અસાલાન્કા આઉટ થતાં શ્રીલંકા ફસક્યુ હતુ. તેમણે માત્ર 16 રનમાં ચાર વિકેટ ગુમાવી હતી.
- Advertisement -
આખરે ભાનુકા રાજપક્ષાએ 26 બોલમાં ચાર ચોગ્ગા અને એક છગ્ગા સાથે અણનમ 33 રન ફટકારતાં ટીમને 150ને પાર પહોંચાડવામા મહત્વની ભૂમિકા ભજવી હતી.
ઝામ્પાએ 12 રનમાં બે વિકેટ ઝડપી હતી. જ્યારે સ્ટાર્કે 27 રનમાં અને કમિન્સે 34 રનમાં 2-2 વિકેટ મેળવી હતી.