કલેક્ટર કચેરીએ મોરબી દુર્ઘટનાના દસ્તાવેજો પોલીસને પૂરાં પાડયા નહીં!
ખાસ-ખબર સંવાદદાતા
મોરબી ઝૂલતો પુલ દુર્ઘટનામાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે. આ કેસની તપાસમાં પોલીસે કલેક્ટર કચેરી પાસેથી જરૂરી દસ્તાવેજો માંગ્યા છતાં આજ સુધી પૂરા પાડવામાં નહીં આવ્યાનું બહાર આવ્યું છે. પોલીસ સૂત્રો અનુસાર ડીવાય.એસ.પી.ઝાલાની ટીમ દ્વારા આ કેસની તપાસ ચાલી રહી છે જેમાં 9 આરોપીઓને પકડીને ઓરેવા કંપનીના મેનેજર,કોન્ટ્રાક્ટર વગેરેને રિમાન્ડ પર લેવાયા હતા અને હાલ આરોપીઓ જેલ હવાલે છે. આ કેસના મૂળ સુધી પહોંચવા પોલીસે નગરપાલિકાના ચીફ ઓફિસર અને જિલ્લા કલેક્ટર પાસે દસ્તાવેજોની માંગણી કરી છે જેમાં નગરપાલિકા પાસેથી જરૂરી દસ્તાવેજો મળી ચૂક્યા છે પરંતુ, કલેક્ટર કચેરી પાસેથી નહીં મળતા ફરી બે દિવસની મુદતનું રિમાઈન્ડર અપાશે અને ત્યારબાદ દસ્તાવેજો નહીં મળે તો સમન્સ જારી કરવા કાર્યવાહી હાથ ધરાશે.
- Advertisement -
સુધરાઈમાં મળ્યા તેવા તપાસ માટે કાગળો નહીં આપી કલેક્ટર કચેરી કોને બચાવવા માંગે છે?
ઝૂલતાં પુલનો કાટમાળ ટ્રકમાં ભરીને ઋજક તપાસ માટે ગાંધીનગર પહોંચ્યો
બ્રિજના રોડ, રોપ, બોલ્ટ અને જોઇન્ટ તમામ કાટ ખાધેલાં મળ્યા
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાતના મોરબી જિલ્લામાં સર્જાયેલી કરુણાંતિકાના આરોપીઓને હવે કડકમાં કડક સજા થાય એ માટે ગુજરાત રાજ્યના પોલીસવડાએ તપાસને નેક્સ્ટ સ્ટેપમાં લઈ જવા તૈયારી કરી દીધી છે. એક ટ્રક ભરીને મોરબીથી બ્રિજના અલગ અલગ ભાગ અને પુરાવા એકત્ર કરાયા બાદ હવે આ કેસના મુખ્ય માથાં સુધી પહોંચવા માટેની તપાસ આગળ વધી ગઈ છે. એ માટે હવે ગમે ત્યારે આ કેસમાં મોટા ગજાના લોકો પણ સામે આવી શકે છે. મોરબી દુર્ઘટના વિશે રાજ્યના પોલીસવડાએ મીડિયા સાથેની વાતચિતમાં મહત્ત્વની વિગત આપતાં જણાવ્યું છે કે હાલ એફએસએલના પ્રાથમિક રિપોર્ટમાં તો બેદરકારી સામે આવી છે, પણ હવે મુખ્ય રિપોર્ટ આવ્યા બાદ આ કેસમાં સ્પષ્ટ વિગત સામે આવશે. આ કેસમાં ઘણા સંભવિત આરોપીઓના ઘર અને ઓફિસના સ્થળ પર સર્ચ-આપરેશન હાથ ધરવામાં આવ્યું છે, પરંતુ તેઓ મળ્યા નથી.
અનેક દુર્ઘટનામાં નિર્દોષના ભોગ લેવાયા, જવાબદાર સામે પગલાં નહીં: હાઈકોર્ટમાં બીજી ઙ.ઈં.ક. થઈ
ખાસ-ખબર સંવાદદાતા
મોરબીની મચ્છુ નદી પરના ઝૂલતાં પુલ તૂટી પડવાની ઘટનામાં હાઈકોર્ટમાં વધુ એક જાહેર હિતની અરજી કરાઈ છે. અરજીમાં રજૂઆત કરાઈ છે કે ઝૂલતો પુલ રિપેર કરનાર ઓરેવા કંપની પાસે બ્રીજ રીપેર કરવાનો અનુભવ ઓછો હોવા છતાં નગરપાલિકાએ તેમને કોન્ટ્રાક્ટ આપ્યો છે. અજન્ટા મેન્યુફેકચરિંગ કંપની ઘડીયાળ, કેલ્ક્યુલેટર અને હોમ એપ્લાયન્સની ચીજવસ્તુ બનાવતી કંપનીને સરકારે બ્રિજ રિપેરીંગનું કામ કેમ સોંપ્યું? તેની તપાસ થવી જોઈએ. રાજ્યમાં અનેક દુર્ઘટના બની છે એક પણ દુર્ઘટનામાં સરકારે જવાબદારો સામે પગલાં લીધા નથી. કાંકરિયામાં રાઈડ તૂટવાની, સુરતમાં અઠવા લાઈન બ્રીજ તૂટવાની, સુરતમાં તક્ષશીલા આર્કેડમાં આગનો બનાવ, ભુજોડી ઓવરબ્રીજ, સાઉથ બોપલનો બ્રીજ તૂટવા જેવી અનેક ઘટનાઓ બની છે જેમાં સરકારે ઉચ્ચ સ્તરીય કમિટીઓ બનાવી દીધી છે પરંતુ કોઈ વ્યક્તિ સામે પગલાં લેવાયા નથી.