બોલેરોને આઈશર અડી જતાં ઉશ્કેરાઈને બોલાચાલી કરી, સમજાવવા ગયેલ યુવકને પછાડી દઈ બાઈકને કચડી નાંખ્યું
કુવાડવા રોડ પોલીસે હત્યાના પ્રયાસની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીની સઘન શોધખોળ
હાથ ધરવામાં આવી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટના નવાગામમાં 24 વર્ષીય યુવક પર બોલેરો ચડાવી દઈ હત્યાનો પ્રયાસ કરવાનો બનાવ સામે આવતાં કુવાડવા રોડ પોલીસ મથકમાં હત્યાની પ્રયાસની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો. બોલેરોને આઈશર અડી જતાં આરોપી ઉશ્કેરાયો હતો અને બોલાચાલી કરી હતી તેને સમજાવવા ગયેલ યુવાનને પછાડી દઈ બાઈકને કચડી નાંખ્યું હતું.
રાજકોટની ભાગોળે આવેલ નવાગામમાં આવેલ દિવેલીયાપરામાં રહેતાં ગભરૂભાઇ વીરજીભાઇ સાસકીયા ઉ.24એ નવાગામના બોલેરો પિકઅપ નં. જીજે-ટીયુ-2093ના ચાલક નરેશ જીલુ ઠાકોર સામે કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં હત્યાના પ્રયાસની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી ફરીયાદમાં જણાવ્યું હતું કે, તે છુટક ડ્રાઇવીંગ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે ગઇ તા.12 ના સાંજના સાડા ચારેક વાગ્યે તે તેના ઘરે ગયેલ ત્યારે તેમના માતાએ વાત કરેલ કે, શૈલેષ આઇસર ચલાવીને જતો હતો ત્યારે તેમને નવાગામ દીવેલીયાપરામાં આવેલ નરેશ ઠાકોરના મકાન પાસેથી નીકળતો હતો ત્યારે નરેશના બોલેરો સાથે આઇસર અડી જતા આ નરેશ સાથે શૈલેષને બોલાચાલી થયેલ હોવાની વાત કરેલ હતી. જેથી તે બાબતે નરેશને સમજાવવા તેમના ઘરે જતા તે ઘરે હાજર ન હતો. જેથી નરેશના માતા હાજર હોય તેઓને કહેલ કે, જે બનાવ બનેલ તે બાબતે હું નરેશ સાથે વાતચીત કરવા આવેલ છુ, બાદમાં તેમના ઘરેથી નીકળી ગયેલ હતો.
ત્યારબાદ સાંજના આશરે સાડા છએક વાગ્યે તે બાઈક લઈને ઘર તરફ જતો હતો ત્યારે ઘર નજીક પહોંચતા સામેથી નરેશ ઠાકોર તેમની બોલેરો ગાડી લઈને આવતો હતો, જે તેમને જોઈ જતા નરેશ ઠાકોરએ પોતાની બોલેરો જાનથી મારી નાંખવાના ઇરાદે પુરઝડપે ચલાવી બાઇકને હડફેટે લેતા તે નીચે પડી ગયેલ અને બાઈક બોલેરોની નીચે આવી ગયેલ હતું જે બાદ આરોપી નરેશે તેમની બોલેરો રિવર્સમાં પાછળ ચલાવેલ જેથી તે ત્યાં રસ્તા પરથી દુર જતો રહેલ અને આ વખતે નરેશએ તેમની બોલેરો ફરીથી પુર ઝડપે ચલાવી બાઈક રસ્તામાં પડેલ હતુ તેમની ઉપરથી ચલાવી જતો રહેલ હતો. આ વખતે યુવકને પગમાં અને બંને હાથમાં ઈજા થયેલ હતી. તેમને 108 માં કોલ કરી 108 મારફત સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો બનાવ અંગેની ફરીયાદ પરથી કુવાડવા રોડ પોલીસે ગુનો નોંધી પીઆઇ બી.પી.રજીયા અને આરોપીની શોધખોળ હાથ ધરી છે.