આર્જેન્ટિનાના ઉપરાષ્ટ્રપતિ ક્રિસ્ટિના ફર્નાન્ડીઝ ડી કિર્ચનરની ગુરુવારે એક સશસ્ત્ર વ્યક્તિએ તેને ગોળી મારવાનો પ્રયાસ કર્યા બાદ ધરપકડ કરવામાં આવી હતી.
આર્જેન્ટિનાના ઉપરાષ્ટ્રપતિ ક્રિસ્ટિના ફર્નાન્ડીઝ ડી કિર્ચનરની ગુરુવારે એક સશસ્ત્ર વ્યક્તિએ તેને ગોળી મારવાનો પ્રયાસ કર્યા બાદ ધરપકડ કરવામાં આવી હતી. આ ઘટના સ્થાનિક સમય મુજબ રાત્રે 9:30 વાગ્યાની આસપાસ બની હતી. દેશના નાણાં પ્રધાન સર્જીયો માસાએ આ ઘટનાને “હત્યાનો પ્રયાસ” ગણાવ્યો હતો. આ ઘટનાને હત્યાનો પ્રયાસ ગણાવતાં દેશના નાણામંત્રી સર્જીયો માસાએ એક ટ્વિટમાં જણાવ્યું હતું કે ,’જ્યારે નફરત અને હિંસા ચર્ચામાં હાવી થાય છે, ત્યારે સમાજો નાશ પામે છે અને આવી પરિસ્થિતિઓ ઉભી થાય છે.’
- Advertisement -
El video del arma contra @CFKArgentina pic.twitter.com/8j1xpMnPoe
— Lautaro Maislin (@LautaroMaislin) September 2, 2022
- Advertisement -
લોકોના ટોળા વચ્ચે બંદૂક બતાવી
રિપોર્ટ અનુસાર, એક વ્યક્તિએ તેમના ઘરના દરવાજા પર જ ઉપરાષ્ટ્રપતિની હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના ઉપરાષ્ટ્રપતિ ફર્નાન્ડિઝ ડી કિર્ચનરના બ્યુનોસ એરીસના ઘરના પ્રવેશદ્વાર પર બની હતી, જ્યાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિને ટેકો આપવા માટે સેંકડો પ્રદર્શનકારીઓ તાજેતરના દિવસોમાં એકઠા થયા હતા. જેઓ ભ્રષ્ટાચારની સુનાવણીનો સામનો કરી રહ્યા છે.
ગોળીબાર કરવામાં નહોતો આવ્યો
પોલીસ પ્રવક્તાએ જણાવ્યું હતું કે ઉપરાષ્ટ્રપતિના ઘર નજીક એક સશસ્ત્ર વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી અને ઘટનાસ્થળથી થોડા મીટર દૂર એક હથિયાર મળી આવ્યું હતું. તેમણે કહ્યું કે આ વ્યક્તિ બ્રાઝિલિયન મૂળનો હોઈ શકે છે. ટેલિવિઝન ફૂટેજમાં બતાવવામાં આવ્યું હતું કે ભીડની વચ્ચે ઉપરાષ્ટ્રપતિ ફર્નાન્ડિસ પર બંદૂક બતાવ્યા પછી કોઈ ગોળી ચલાવવામાં આવી નથી. સ્થાનિક મીડિયાએ જણાવ્યું હતું કે આ વ્યક્તિ આધેડ વયનો હોવાનું જણાયું હતું.