જમીનનો વિવાદ કારણભૂત હોવાની ચર્ચા
જમીનનો ભાવ વધતા ત્રણ શખ્સ ખાલી કરવા ધાક ધમકી આપતા હોવાનો ઈઙને આપેલી અરજીમાં આક્ષેપ
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટના મવડી મેઇન રોડ પર માલવીયાનગર પોલીસ સ્ટેશનની સામે આવેલી નામાંકિત શિવ શક્તિ ડેરી ફાર્મની અંદર આજે બપોરના સમયે 4 લોકોએ ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. બાદમાં 108 મારફત તમામને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ માલવીયાનગર પોલીસે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવ પાછળ જમીનનો વિવાદ કારણભૂત હોવાનું સામે આવ્યું છે. પરંતુ આ મુદ્દે હજી સુધીએ કોઇ પોલીસ ફરિયાદ નોંધાઇ નથી.
આપઘાતનો પ્રયાસ કરતા પહેલા પોલીસ કમિશનરને અરજી કરી હતી. તેમાં જણાવ્યું હતું કે, તેઓ ગૌતમનગર વિસ્તારમાં રહે છે. આ જગ્યા પર છેલ્લા 30થી 35 વર્ષ થયા જમીન વેચાતી લઈને કાચા પાકા મકાનો બનાવીને રહે છે. આ જમીન એક હજાર રૂપિયે વાર હતી. ત્યારથી ખરીદી અત્યારે એક લાખની વા2 જમીન છે. આવી તેજીનાં ભાવથી અમુક લોકો માથાભારે ઝનૂની લાગવગવાળા રાજકીય ઓથ ધરાવનારા અને પૈસાપાત્ર લોકોની નજર આ જમીન ઉપ2 પડી છે. આથી ઘણા સમય પહેલા અમારી જાણ બહાર આ જમીનના સાચા ખોટા કાગળીયા બનાવી અમોને અહીંથી કાઢી મૂકવા ષડયંત્ર ગોઠવાય ગયું છે. જેમાં શામ, દામ, દંડ, ભેદ નીતિ રીતિ અપનાવાય રહી છે.