ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજા આ વખતે કઈક આ અંદાજમાં જોવા મળ્યો. રવિન્દ્ર જાડેજા બળદ ગાડું ચલાવતો જોવા મળ્યો.
પોતાના એક અલગ અંદાજમાં રહેતા રવિન્દ્ર જાડેજાની એક વીડિયો સોશિયલ મીડિયા પર જલ્દીથી વાયરલ થઈ રહી છે. ઘોડેસવારી બાદ હવે તે બળદ ગાડું ચલાવતો જોવા મળ્યો છે.
- Advertisement -
બળદ ગાડું ચલાવતો વીડિયો
જાડેજાનો આ વીડિયો અફઘાનિસ્તાન સામે 11 જાન્યુઆરીથી શરૂ થનારી સિરીઝ પહેલા સામે આવ્યો છે. આ વીડિયોની અંદર તે દેશી લુકમાં જોવા મળ્યો હતો અને આરામથી બળદ ગાડાની સવારી કરી રહ્યો હતો. આ બળદ ગાડું તેને ચલાવ્યું હતું.
View this post on Instagram- Advertisement -
ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી
પોતાના ઇન્સ્ટાગ્રામ પર વીડિયો પોસ્ટ કરતાં જાડેજાએ લખ્યું કે ‘વિન્ટેજ રાઈડ’. આ વીડિયો પર યુઝર્સ અલગ-અલગ કોમેન્ટ્સ કરી રહ્યા છે. એક યુઝર્સ એ લખ્યું ‘રાજપુતાના’ તો અન્ય યુઝર્સ એ લખ્યું કે ‘વાહ સુપર જાડો સરકાર’. રવિન્દ્ર જાડેજા જેટલો ક્રિકેટનાં મેદાન પર ફેમસ છે એટલો જ સોશિયલ મીડિયા પર પણ ફેમસ છે.
ઓલરાઉન્ડર
રવિન્દ્ર જાડેજા ક્યારેક તલવારબાજી કરતો નજરે ચડે છે તો ક્યારેક સિંહ સાથે સેલ્ફી લેતા દેખાય છે. ભારતીય ટીમનો ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા મેદાનની સાથે-સાથે અંગત જીવનમાં પણ ઓલરાઉન્ડર છે. ઘોડેસવારી બાડ હાલ બળદ ગાડું ચલાવતો તેનો આ વિડીયો ખુબજ વાયરલ થઈ રહ્યો છે.