વડાપ્રધાન, મુખ્યમંત્રીના પોસ્ટરો હટાવવા ચૂંટણી કમિશનર અને કંટ્રોલ રૂમમાં ફરિયાદ નોંધાવી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.19
- Advertisement -
રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીની યાદી જણાવે છે કે ચૂંટણીની તારીખો જાહેર થતાની સાથે જ આચારસંહિતા લાગુ પડે છે. અને કોઈપણ રાજકીય મહાનુભાવોની તસવીરો કે રાજકીય પ્રતિક કોઈપણ સરકારી મિલકત પર કે સરકારી વાહનો પર લાગેલ હોવું ન જોઈએ રાજકોટના ઢેબર રોડ પરના એસટી બસપોર્ટ પર કે જ્યાં એસટી ની રોજબરોજ 1800 થી વધુ બસો અવરજવર કરે છે આ તમામ બસોમાં વડાપ્રધાન મુખ્યમંત્રી અને કેબિનેટ મંત્રીઓની તસવીરો સાથેની જાહેરાતો બસો ની કંડકટર બાજુ, ડ્રાઇવરની સાઈડ અને બસની પાછળ લગાવવામાં આવેલ હતી.
જે તમામ બસોમાં આદર્શ આચાર સહિતા નો ખુલ્લેઆમ ભંગ થતો હતો. જે પગલે પ્રમુખ રાજાણીના માર્ગદર્શન હેઠળ કોંગ્રેસની ફ્લાઈંગ સ્કવોડ દ્વારા વડાપ્રધાન મુખ્યમંત્રી અને કેબિનેટ મંત્રી સાથેના લાગેલા એસટી બસ પરના પોસ્ટરો ફાડી નાખવામાં આવ્યા હતા અને ચૂંટણી કમિશનરને અને ચૂંટણી કંટ્રોલરૂમમાં આ અંગે ફરિયાદ કરી રાજકોટ બસપોર્ટના કંટ્રોલરૂમમાં પણ લેખિત ફરિયાદ કરવામાં આવી છે.
રાજકોટના એ ડિવિઝન પોલીસ સ્ટેશન ની બગલમાં વડાપ્રધાન અને મુખ્યમંત્રીની તસવીર સાથેનું મોટું હોડિંગ ઘર ઘર તિરંગા નું આચાર સહિતનો ખુલ્લેઆમ ભંગ થતો હોય જે અંગે ગજેન્દ્રસિંહ ઝાલા દ્વારા પોલીસ ઇન્સ્પેક્ટરને અને કલેકટરના કંટ્રોલ રૂમમાં ફરિયાદ કરવામાં આવી છે. જિલ્લા કમાન્ડન્ટ હોમગાર્ડઝ કચેરી ખાતે દિવાલ પર વડાપ્રધાન અને પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી નું પોસ્ટર લગાવેલ હોય જે અંગે ફરિયાદ કરવામાં આવી છે.