નાસાએ (NASA) ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં રહેતા એસ્ટ્રોનોટ્સના 98 ટકા મૂત્ર અને પરસેવાને પાણીમાં પરિવર્તિત કરવા બાબતે સફળતા મેળવી છે.
અમેરિકી સ્પેસ એજન્સી નાસાએ એક મોટી ઉપલબ્ધિ પ્રાપ્ત કરી છે. નાસાએ (NASA) ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં રહેતા એસ્ટ્રોનોટ્સના 98 ટકા મૂત્ર અને પરસેવાને પાણીમાં પરિવર્તિત કરવા બાબતે સફળતા મેળવી છે. સ્પેસ સ્ટેશન પર રહેલ અંતરિક્ષ યાત્રીને ભોજન બનાવવા, પીવા અને સાફ સફાઈ માટે પ્રતિદિન એક ગેલન પાણીની જરૂર હોય છે. અંતરિક્ષ યાત્રીઓએ આ શોધ માટે તે સિસ્ટમનો ઉપયોગ કર્યો છે, જે Enviroment Control and Life Support System (ECLSS)નો એક ભાગ છે.
- Advertisement -
ECLSS જે હાર્ડવેરથી મળીને બને છે, તેમાં વોટર રિકવરી સિસ્ટમ પણ શામેલ છે. જે ખરાબ પાણીને એકત્રિત કરે છે અને તે વોટર પ્રોસેસર એસેમ્બલીમાં મોકલે છે. ત્યારપછી પીવાલાયક પાણીનું ઉત્પાદન થાય છે. કેબિન ક્રૂના શ્વાસ અને પરસેવામાંથી કેબિનની હવામાંથી નીકળતી નમીને એકત્ર કરવા માટે એડવાન્સ્ડ ડીહ્યીમિડિફાયરનો ઉપયોગ કરવામાં આવે છે. ઉપરાંત યૂરિન પ્રોસેસર એસેમ્બલી, વેક્યૂમ ડિસ્ટિલેશનનો ઉપયોગ કરીને પેશાબમાંથી પાણી કાઢવામાં આવે છે.
અંતરિક્ષ સ્ટેશનની લાઈફ સપોર્ટ સિસ્ટમ મેનેજ કરતા જોનસન સ્પેસર સેન્ટરની ટીમના સભ્ય ક્રિસ્ટોફર બ્રાઉન જણાવે છે કે, BPAએ પેશાબમાંથી કાઢવામાં આવે સ્વચ્છ પાણીની માત્રા 94 ટકાથી વધીને 98 ટકા થઈ છે. આ પ્રોસેસથી કાઢવામાં પાણી અત્યાર સુધીમાં આ સૌથી સ્વચ્છ પાણી છે. પીવાલાયક યોગ્ય પાણીને રિસ્ટોર કરવાની આ રીત સૌથી લાંબા અંતરિક્ષ મિશનમાં મદદ કરી શકે છે.
- Advertisement -
જોનસન સ્પેસ સેન્ટરની ટીમના સભ્ય ક્રિસ્ટોફર બ્રાઉન જણાવે છે કે, ‘જીવન સમર્થિત પ્રણાલીના વિકાસમાં આ એક મહત્ત્વપૂર્ણ પગલું છે. સ્ટેશન પર 100 પાઉન્ડ પાણી એકત્ર કરો છો, તેમાંથી 2 પાઉન્ડ પાણી જતું રહે તો બાકી રહેલ 98% પાણી આમ જ ફરતું રહે છે. જે ચાલુ રાખવું એક મોટી ઉપલબ્ધિ છે.’