ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.05
જૂનાગઢ લોકસભા સામાન્ય ચૂંટણી – 2024ના અનુસંધાને વિધાનસભા મત વિસ્તારવાઇઝ ઇ.વી.એમ.-વી.વી.પે.ટ. આગામી તા. 07 એપ્રિલ, 2024ના રોજ સવારે 7.00 કલાકથી ઇ.વી.એમ. વેરહાઉસ, માર્કેટીંગ યાર્ડ પાસે, રાજકોટ રોડ, જૂનાગઢ ખાતેથી ફાળવવામાં આવશે. જે અંતર્ગત મદદનીશ ચૂંટણી અધિકારીશ્રી અને પ્રાંત અધિકારીશ્રીઓને તેઓના વિધાનસભા મત વિસ્તારવાઇઝ( 85-માણાવદર, 86-જૂનાગઢ, 87-વિસાવદર, 88-કેશોદ, 89-માંગરોળ) બી.યુ., સી.યુ. તથા વી.વી.પે.ટ. તેમજ આનુષંગીક મટીરીયલની ફાળવણી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કરવામાં આવશે. તેમ જિલ્લા ચૂંટણી અધિકારી અનિલ રાણાવસિયાની યાદીમાં જણાવાયું છે.