ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના રૈયા રોડ પર સુભાષનગરમાં સોનલ એપાર્ટમેન્ટમાં રહેતી અને સ્પામાં કામ કરતી મૂળ આસામની યુવતીએ ગત રાત્રે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ગાંધીગ્રામ પોલીસે ઘટના સ્થળે દોડી જઈ મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ તપાસમાં મૃતકનું નામ પૂર્ણિમા હોવાનું સામે આવ્યું છે ભાડાના ફલેટમાં એકલી જ રહેતી હતી અને સ્પા-મસાજ પાર્લરમાં નોકરી કરતી હતી. પૂર્ણિમાએ પંખામાં ચૂંદડી બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો પોલીસે અકસ્માતે મૃત્યુની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.



