ભારતીય મેન્સ અને વિમેન્સ રેક્યુર્વે ટીમે સિલ્વર મેળવ્યા : મિક્સ ટીમમાં ભારતને બ્રોન્ઝ મેડલ
ખાસ-ખબર સંવાદદાતા
એશિયન તીરંદાજીમાં ટોપ સીડ ધરાવતી સાઉથ કોરિયા સામેની ફાઈનલમાં ભારતની મેન્સ અને વિમેન્સ રેક્યુર્વે ટીમનો પરાજય થયો હતો અને આ સાથે ભારતને વધુ બે સિલ્વર મેડલ મળ્યા હતા. ભારતે એશિય તીરંદાજી ચેમ્પિયનશિપમા એક ગોલ્ડ, બે સિલ્વર અને ચાર બ્રોન્ઝ એમ કુલ મળીને સાત મેડલ્સ જીત્યા હતા.
નવા નવા ન્યૂઝના વિડિઓ અને સમાચાર મેળવવા ખાસ-ખબરના ઓફિશ્યિલ INSTAGRAM પેજને ફોલ્લૉ કરો અને શેર કરો
- Advertisement -
INSTAGRAM – https://instagram.com/rajkotkhaaskhabar?utm_medium=copy_link
નોંધપાત્ર છે કે, ગત એશિયન તીરંદાજી ચેમ્પિયનશિપમાં પણ ભારતે સાત મેડલ્સ જ જીત્યા હતા. બાનાનીમાં આવેલા બાંગ્લાદેશ આર્મી સ્ટેડિયમમાં કપિલિ, પ્રવિણ જાધવ અને પાર્થ સાલુન્ખેની ટીમનો મેન્સ રેક્યુર્વે ઈવેન્ટમાં સાઉથ કોરિયાના લલી સેઉન્ગયુન, કિમ પિલ-જૂન્ગ અને હાન વૂ ટાચની સામે 26થી પરાજય થયો હતો. જ્યારે અંકિતા ભક્ત, મધુ વેદવાન અને રિધીની ટીમનો 0-6થી રીઓ સુ જુંગ, ઓહ યેજીન અને લીમ હાઈજીન સામે પરાજય થયો હતો. રેક્યુર્વેની મિક્સ ટીમ ઈવેન્ટમાં કપિલ અને અંકિતા ભક્તની જોડીએ 3-0થી ઉઝબેકિસ્તનના ઝીયોડાખોન અને સાદિકોવને હરાવ્યા હતા અને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.