ભારતે અબુ ધાબીમાં ઓમાન સામે 21 રને જીત મેળવી, ગ્રુપ Aમાં ટોચનું સ્થાન મેળવ્યું અને પાકિસ્તાનની સાથે એશિયા કપના સુપર 4 તબક્કામાં આગળ વધ્યું. ગ્રુપ બીમાં શ્રીલંકાનું પ્રભુત્વ છે, ત્યારબાદ બાંગ્લાદેશનું સ્થાન છે. સુપર 4ના શેડ્યૂલમાં 21 સપ્ટેમ્બરના રોજ ભારત વિ પાકિસ્તાન જેવી મહત્ત્વની મેચોનો સમાવેશ થાય છે, જે 28 સપ્ટેમ્બર, 2025ના રોજ ફાઇનલમાં સમાપ્ત થશે.
એશિયા કપ 2025 માં ગ્રુપ સ્ટેજ મેચો હવે પૂર્ણ થઈ ગઈ છે. 12 મેચો પછી, ચાર ટીમો સુપર 4 માં પહોંચી ગઈ છે, અને ચાર ટીમો અફઘાનિસ્તાન, હોંગકોંગ, યુએઈ, ઓમાનની સફર સમાપ્ત થઈ ગઈ છે. બંને ગ્રુપમાંથી ટોચની બે ટીમો આગળના રાઉન્ડમાં પહોંચી ગઈ છે. ગ્રુપ A માંથી ભારત અને પાકિસ્તાન અને ગ્રુપ B માંથી શ્રીલંકા અને બાંગ્લાદેશ આગળ વધ્યા છે. સુપર 4 માં આ ચાર ટીમો વચ્ચે છ મેચ રમાશે. ટોચની બે ટીમો 28 સપ્ટેમ્બરે ફાઇનલ રમશે.
- Advertisement -
આજથી સુપર-4 ની શરૂઆત
સુપર-4 આજથી શરૂ થાય છે. પ્રથમ મેચમાં ગ્રુપ Bની ટોચની બે ટીમો, શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચે મુકાબલો થશે. ભારત રવિવારે પાકિસ્તાન સામે ટકરાશે. સુપર-4માં દરેક ટીમ એકબીજા સામે એક મેચ રમશે. સુપર-4 શરૂ થાય તે પહેલાં, પોઈન્ટ સ્ટેન્ડિંગ પર એક નજર નાખો. ગ્રુપ સ્ટેજમાં ભારત અને શ્રીલંકાનું વર્ચસ્વ હતું. બંને ટીમો એક પણ મેચ હાર્યા વિના આગામી તબક્કા માટે ક્વોલિફાય થઈ છે.
- 20 સપ્ટેમ્બર : શ્રીલંકા vs બાંગ્લાદેશ – દુબઈ – રાત્રે 8:00
- 21 સપ્ટેમ્બર : ભારત vs પાકિસ્તાન – દુબઈ – રાત્રે 8:00
- 23 સપ્ટેમ્બર : પાકિસ્તાન vs શ્રીલંકા – અબુ ધાબી – રાત્રે 8:00
- 24 સપ્ટેમ્બર : ભારત vs બાંગ્લાદેશ – દુબઈ – રાત્રે 8:00
- 25 સપ્ટેમ્બર : પાકિસ્તાન vs બાંગ્લાદેશ – દુબઈ – રાત્રે 8:00
- 26 સપ્ટેમ્બર : ભારત vs શ્રીલંકા – દુબઈ – રાત્રે 8:00
- 28 સપ્ટેમ્બર – ફાઇનલ
એશિયા કપ 2025 પોઇન્ટ ટેબલ લિસ્ટ
- Advertisement -
ગ્રુપ A
ટીમ | મેચ | જીત | હાર | પોઇન્ટ |
ભારત | 3 | 3 | 0 | 6 |
પાકિસ્તાન | 3 | 2 | 1 | 4 |
યુએઇ | 3 | 1 | 2 | 2 |
ઓમાન | 3 | 0 | 0 | 0 |
ગ્રુપ B
ટીમ | મેચ | જીત | હાર | પોઇન્ટ |
શ્રીલંકા | 3 | 3 | 0 | 6 |
બાંગ્લાદેશ | 3 | 2 | 1 | 4 |
અફઘાનિસ્તાન | 3 | 1 | 2 | 2 |
હોંગકોન્ગ | 3 | દ | 3 | 0 |