ASI ની એક ટીમે જ્ઞાનવાપી મસ્જિદ પરિસરમાં પ્રવેશ કરીને સર્વેની કામગીરી શરૂ કરી દીધી છે. સાથે જ સર્વેને ધ્યાનમાં રાખીને પરિસરની સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે.
ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ એટલે કે ASI ની એક ટીમ સંકુલનું વૈજ્ઞાનિક સર્વેક્ષણ કરવા માટે જ્ઞાનવાપી મસ્જિદ પરિસરમાં પ્રવેશ કરીને સર્વેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આજે કડક સુરક્ષા વચ્ચે સવારે 7 વાગ્યે કાશી વિશ્વનાથ મંદિરની બાજુમાં ASIની ટીમ જ્ઞાનવાપી મસ્જિદ પરિસરમાં પંહોચી હતી.
- Advertisement -
#WATCH | Security deployed outside Jama Masjid, Sadar Bazar in Haryana's Gurugram ahead of Friday prayers pic.twitter.com/V3sSwwAlma
— ANI (@ANI) August 4, 2023
- Advertisement -
સર્વેને ધ્યાનમાં રાખીને કેમ્પસની સુરક્ષા વધારી દેવામાં આવી
આ સાથે જ સર્વેને ધ્યાનમાં રાખીને કેમ્પસની સુરક્ષા વધારી દેવામાં આવી છે. 2 આઈપીએસ, 4 એડિશનલ એસપી, 6 ડેપ્યુટી એસપી અને 10 પોલીસ ઈન્સ્પેક્ટર ઉપરાંત 200 જેટલા પોલીસ કર્મચારીઓને પણ તૈનાત કરવામાં આવ્યા છે. એ વાત તો નોંધનીય છે કે અલ્હાબાદ હાઈકોર્ટે ગુરુવારે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણને સર્વે કરવાની મંજૂરી આપી હતી.
#WATCH | Varanasi, UP: On ASI survey of the Gyanvapi mosque complex, Subhash Nandan Chaturvedi, Advocate representing the Hindu side on the Gyanvapi case says, "All people (including ASI officials) have reached there. The survey has started. We are also going inside." pic.twitter.com/vZgDXfldMW
— ANI (@ANI) August 4, 2023
હાઈકોર્ટના નિર્ણય સામે મુસ્લિમ પક્ષ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો
અલ્હાબાદ હાઈકોર્ટે અંજુમન ઈન્તેઝામિયા મસ્જિદ સમિતિની અરજીને ફગાવી દીધી હતી જેમાં કાશી વિશ્વનાથ મંદિરને અડીને આવેલા મસ્જિદ સંકુલના ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI)ના સર્વેક્ષણને પડકારવામાં આવ્યું હતું. બીજી તરફ હાઈકોર્ટના નિર્ણય સામે મુસ્લિમ પક્ષ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે, જેની સુનાવણી આજે થશે.
#WATCH | Varanasi, UP: ASI (Archaeological Survey of India) to conduct a survey of the Gyanvapi mosque complex today
Sudhir Tripathi, advocate representing the Hindu side says, "ASI can only tell as to how many days it will take to complete the survey. It took 7-8 months to… pic.twitter.com/8nemxFMLJD
— ANI UP/Uttarakhand (@ANINewsUP) August 4, 2023
હિંદુ અને મુસ્લિમ પક્ષના 16 લોકો જ્ઞાનવાપી પરિસરની અંદર જશે
સર્વે દરમિયાન હિંદુ અને મુસ્લિમ પક્ષના 16 લોકો જ્ઞાનવાપી પરિસરની અંદર જશે. હિન્દુ પક્ષના વકીલ સુભાષ નંદન ચતુર્વેદીએ જણાવ્યું કે “અલાહાબાદ હાઈકોર્ટે ગઈ કાલે ASIને સર્વે કરવાની મંજૂરી આપી. ASI અને જિલ્લા વહીવટીતંત્રે તમામ તૈયારીઓ કરી લીધી છે. અમે પણ ત્યાં જઈ રહ્યા છીએ. આ સર્વે ઈતિહાસ રચવાની દિશામાં એક પગલું છે.” હિંદુ પક્ષ તરફથી હાજર રહેલા એડવોકેટ સુધીર ત્રિપાઠીએ જણાવ્યું હતું કે, “માત્ર ASI જ કહી શકે છે કે સર્વેક્ષણ પૂર્ણ કરવામાં કેટલા દિવસો લાગશે. અયોધ્યામાં રામ મંદિરનો સર્વે પૂર્ણ કરવામાં 7-8 મહિનાનો સમય લાગ્યો હતો.”