ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.19
આજ સવારથી આધારકાર્ડ કેન્દ્ર પર સર્વર ઠપ્પ થઈ જતાં બહારગામ તેમજ દૂર દૂરથી આવતા લોકોને ધક્કો ખાવાનો વારો આવ્યો હતો. રાજકોટ મહાનગરપાલિકામાં આધારકાર્ડ કઢાવવા તેમજ લીંક અપ કરાવવા માટે દરરોજ મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે ત્યારે આજરોજ ટેકનિકલ ખામીના કારણે સર્વર ઠપ્પ થઈ જતાં લોકોને ધરમનો ધક્કો થયો હતો. આધારકાર્ડ કેન્દ્ર કોન્ટ્રાકટ એજન્સીના કર્મચારીએ જણાવ્યું હતું કે, સર્વર અને ટેક્નિકલ ખામીને કારણે ફોટો, ફિંગર જેવી અગત્યના દસ્તાવેજી પુરાવા અપલોડ નહિ થઈ શકતા હોવાને કારણે આધારકાર્ડ કાઢવાની કામગીરી થઇ શકતી નથી. બે થી ત્રણ દિવસમાં ચાલુ થઈ જશે તેવી હૈયાધારણ આપી હતી