સાબરમતી નદીમાં પ્રદૂષણ મુદ્દે ગુજરાત હાઈકોર્ટે તંત્રને ઝાટક્યું છે. તંત્રની કામ કરવાની દાનત પર સવાલ કર્યો હતો. તેમજ આગામી દિવસોમાં વધુ સુનાવણી થશે.
સાબરમતી નદીનાં પ્રદૂષણ મુદ્દે હાઈકોર્ટે તંત્રની દાનત પર સવાલ કર્યો છે. તેમજ સાબરમતી નદીમાં પ્રદૂષણ વધતા હાઈકોર્ટે તંત્રની ઝાટકણી કાઢી છે. તંત્રની કામગીરી માત્ર કાગળ પર હોવાનો આરોપ કર્યો છે. તંત્રને કામ કરવાની ઈચ્છા શક્તિ જ ન હોવાનો હાઈકોર્ટનો દાવો છે.
- Advertisement -
આગામી દિવસોમાં વધુ સુનાવણી હાથ ધરાશે
તેમજ નદી શુદ્ધ કરવાનાં લોન્ગ ટર્મ પ્લાનને વધુ લંબાવતા હોવાનું કહી ખખડાવ્યા છે. સાબરમતીની કથળતી સ્થિતિ પર ગંભીર બની કામ કરવા હાઈકોર્ટનો આદેશ છે. તેમજ સાબરમતી નદી પ્રદૂષણ મામલે આગામી દિવસોમાં વધુ સુનાવણી હાથ ધરાશે.
પ્રદુષણ નિયંત્રણ બોર્ડ અને એએમસી દ્વારા કંપનીમાં તપાસ હાથ ધરાઈ હતી
- Advertisement -
અમદાવાદમાં સાબરમતી નદીમાં પ્રદુષણ અંગે હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. હાઇકોટે AMC અને સરકારની ઝાટકણી કાઢ્યા બાદ તંત્ર જાગ્યું છે. હવે પ્રદુષણ નિયંત્રણ બોર્ડ અને AMC દ્વારા ગંદુ પાણી છોડતી કંપનીઓમાં તપાસ હાથ ધરવામાં આવી હતી.
અગાઉ અનેકવાર હાઈકોર્ટે તંત્રની ઝાટકણી કાઢી હતી
સાબરમતી નદીમાં ભયંકર પ્રદૂષણને લઈ હાઈકોર્ટે ગંભીર નોંધ લીધી છે. નદીમાં પ્રદૂષણ મામલે અગાઉ હાઈકોર્ટમાં સુનવણી હાથ ધરવામાં આવી હતી. GPCBને પ્રદૂષણ ઉકેલવાનો આદેશ પણ આપ્યો હતો. AMC, કોર્ટ મિત્ર, ટાસ્ક ફોર્સ સહિતના સાથે બેઠક કરવા પણ હાઈકોર્ટ દ્વારા અગાઉ આદેશ અપાયા હતા. અમદાવાદની સાબરમતી નદીના પ્રદૂષણ મામલે દર વખતે હાઈકોર્ટે તંત્રની ઝાટકણી કાઢે છે છતા પણ તંત્રનું પાણી ટસનું મસ થતું ન હોય તેવું લાગે છે.