વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પહેલથી આજે દેશનો દરેક નાગરિક સ્વમાનભેર સ્વચ્છાગ્રહી બન્યો છે : અધ્યક્ષ શંકર ચૌધરી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
આજે ધારાસભ્ય સદસ્ય નિવાસસ્થાન ગાંધીનગર ખાતેથી વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને ધારાસભ્યોએ સાથે મળી ’સ્વચ્છતા હી સેવા અભિયાન 3.0’ શરૂ કર્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છતા હી સેવાના મંત્રને સાર્થક કરતાં શ્રમદાન કરી સદસ્ય નિવાસ પરિસરની સ્વચ્છતા કરી હતી. જે બાદ સદસ્ય નિવાસમાં સફાઈ કામગીરી કરતી બહેનો સાથે સંવાદ કરી તેમની સાથે અલ્પાહાર કર્યો હતો. અભિયાનના ભાગરૂપે ગાંધીનગર ખાતે સદસ્ય નિવાસમાં સાથી ધારાસભ્યોએ સાથે મળી સ્વચ્છતા અભિયાનમાં સાથ આપ્યો હતો, સદસ્ય નિવાસની સફાઈની કામગીરી કરનાર મહિલા સફાઈકર્મીઓના કામને શંકર ચૌધરીએ બિરદાવ્યું હતું.
સ્વચ્છતા સ્વભાવ બને, સ્વચ્છતા જીવનશૈલી બને તે માટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસો સફળ થયા છે.



