ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ જિલ્લામાં ગ્રામ્ય કક્ષાએ બાયસેગ તથા વંદે ગુજરાત ચેનલ મારફત પ્રાકૃતિક કૃષિ પરિસંવાદનું જીવંત પ્રસારણ જિલ્લાની ગ્રામ પંચાયત ખાતે ઇ-ગ્રામ સેન્ટર, પ્રાથમિક શાળા, ખેડૂત તાલીમ કેન્દ્ર તથા ખેડૂતો દ્વારા ઢજ્ઞીઝીબય તથા ઋફભયબજ્ઞજ્ઞસ હશક્ષસથી નિહાળવા માં આવ્યું હતુ.
જેમા રાજ્યપાલશ્રી દ્વારા પ્રાકૃતિક કૃષિ વિષય પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ. જેમાં જિલ્લાના ખેડૂતો, શિક્ષકો અને મહિલા ખેડૂતો અને અધિકારી અને કર્મચારીઓ દ્વારા ભાગ લેવામાં આવેલ હતો.જેમાં જૂનાગઢ જિલ્લામાંથી 18000 જેટલા ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિ માર્ગદર્શન મેળવેલ હતું.