ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.28
રાજય સરકારના ઉપક્રમે, પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર જૂનાગઢ આયોજીત, તથા 8 ગુજરાત બટાલિયન એન.સી.સી. પ્રાયોજીત એન.સી.સી. ભાઈઓ માટે ખડક ચઢાણ બેઝિક કોર્સ જૂનાગઢ ખાતે યોજાયો, જેમાં ભારતભર માંથી અલગ અલગ 13 રાજ્યના 101 જેટલા એન.સી.સી. ભાઈઓએ તાલીમ લીધી.
શિબિરના છેલ્લા દિવસના રોજ પૂર્ણાહુતી કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમના મુખ્ય મહેમાન કર્નલ અમિત ત્યાગી કમાન્ડીંગ ઓફ્સિર, 8 ગુજરાત બટાલિયન, સુબેદાર મેજર બલવંતસીંગ, કે.પી.રાજપૂત પૂર્વ પ્રિન્સીપાલ સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલીમ સંસ્થા માઉન્ટઆબુ, ઉપેન્દ્રસિંહ રાઠોડ ઇન્સ્ટ્રકટર ઇન્ચાર્જના હસ્તે પ્રમાણપત્રો એનાયત કરી ર્તાલીમાર્થીઓ ને પ્રોત્સાહિત કર્યા હતા. તાલીમાર્થીઓને વિગતવાર સમજણ આપી, વધુમાં પ્રોત્સાહન આપતા કહ્યું કે જીવનમાં સફળ થવા માટે ખુબ જ ધગસ સાથે મહેનત યોગ્ય દિશામાં લગાડવા જણાવ્યું હતું. ઉપરાંત તાલીમાર્થી લક્ષ્ય પાઠક તથા ઓમ સાંગવાન દ્વારા કેમ્પ ના અનુભવો અંગે તેમનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો કે, સૌ પ્રથમ કોર્ષમાં તકલીફ પડી પછી ધીમે ધીમે ઇન્સ્ટ્રકટર ના માર્ગદર્શન હેઠળ અનુકુલન સાધતા થઈ ગયા હતા, પર્વતારોહણની તાલીમમાં જેમ જેમ દિવસ પસાર થતા ગયા તેમ તેમ ખુબ મજા આવતી ગઈ તથા ખડક ઉપર ચઢવા ઉતારવાનો અનુભવ ખુબ સારો રહ્યો. આ શિબિર અંગેની માહિતી કે.પી. રાજપૂત આપી હતી. આ ખડક ચઢાણ બેઝિક કોર્સમાં દીપક સોલકી, હાર્દિક ધાનાણી, રોહિત વેગડ, પરેશ ચૌધરી, દશરથ પરમાર, સમીર સોલંકી, દેવરાજ ગોહિલ, મહેશ લોલાડીયા, ગફુલ બારૈયાએ માનદ ઇન્સ્ટ્રકટર તરીકે સેવા આપી હતી.



