– અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેને ઇન્સ્ટૂમેન્ટ ઓફ રેટિફિકેશનને મંજૂરી આપી
ફિનલેન્ડ અને સ્વીડેન ઔપચારિક રીતે હવે નાટોના સંગઠનનો ભાગ બનવા જઇ રહ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેને ઇન્સ્ટૂમેન્ટ ઓફ રેટિફિકેશનને મંજૂરી આપી દીધી છે, જેનાથી બંન્ને દેશો દુનિયાની સૌથી મોટા સુરક્ષા સમૂહ નાટોના ઔપચારિક રીતે પાર્ટનર બની ગયા છે અને નજીક આવી ગયા છે.
- Advertisement -
બાઇડેનએ નાટોને જોઇન કરવા પર બંન્ને દેશોનું સ્વાગત કર્યુ છે. બાઇડેનએ રશિયાના યુક્રેન પરના હુમલા પછી નાટોને વધુ મજબૂત બનાવવાની દિશામાં આ મોટું પગલું ભર્યુ છે. રશિયા- યુક્રેનની પાછળ નાટોના સંગઠનમાં સમાવેશ કરવા પાછળ યૂક્રેન પણ જવાબદાર કારણ છે, જેને લઇને રશિયા પોતે સુરક્ષાને લઇને ચિંતામાં હતું.
આ મંજૂર આપનાર અમેરિકા 23મો દેશ
જો બાઇડને આ વિશે માહિતી આપતા કહ્યું કે, નાટોમાં સમાવેશ થવાની માંગણીને લઇને ફિનલેન્ડ અને સ્વીડેન એક પવિત્ર પ્રતિબદ્ધતા બનાવી રહ્યું છે કે, એક સામે હુમલો, એ બધા પર હુમલો કર્યા બરાબર છે. અમેરિકા એવો 23મો દેશ છે, જેને આ બંન્ને દેશોને નાટોના સંગઠનના રૂપમાં મંજૂરી આપી છે. તેમણે રિટિફિકેશન પર મંજૂરી આપતા પહેલા આ બંન્ને દેશોના મુખ્ય નેતાઓ સાથે વાતચીત કરી છે, સાથે જ બીજા દેશો સાથે પણ આ પ્રક્રિયા જલ્દી પૂરી થાય તેવી વિનંતી કરી છે.
કુલ 30 દેશોનું સૌથી મોટું સૈન્ય સંગઠન છે NATO
બંન્ને દેશોને યુક્રેનને લઇને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની આક્રમકતાને જોતા છેલ્લા વર્ષ નાટોમાં સમાવેશ થવાની પોતાની ઇચ્છાને જાહેર કરી હતી. નાટો 30 દેશોનું એક સુરક્ષા સમૂહ છે અને સંગઠનમાં સમાવેશ થવા માટે બધા દેશોની મંજૂરી જરૂરી છે. માનવામાં આવી રહ્યું છે કે, બીજા દેશો આવનારા મહિનામાં બંન્ને દેશો ફિનલેન્ડ અને સ્વીડનને નાટોમાં સમાવેશ થવા માટે મંજૂરી આપે છે. મે 2022માં બંન્ને દેશોને નાટો મેમ્બરશીપ માટે એપ્લાઇ કર્યું હતુ અને અત્યાર સુધીમાં અડધાથી વધારે દેશો તેને મંજૂરી આપી ચૂક્યા છે.
- Advertisement -
આ 7 દેશોએ પણ આપવી પડશે મંજૂરી
બાઇડેનના હસ્તાક્ષર પછી ચેક ગણરાજ્ય. ગ્રીસ, હંગરી, પુર્તગાલ, સ્લોવાકિયા, સ્પેન અને તુર્કીની સરકારોને પણ અનુસમર્થનના ઉપકરણો પર મંજૂરી આપવાની આવશ્યક્તા છે. બિડેનએ કહ્યું કે, હું મુખ્ય સહયોગીઓના સમર્થન પ્રક્રિયાને જલ્દી જ પૂરી કરવાનો આગ્રહ રાખું છું. મને આશા છે કે, સપ્ટેમ્બર સુધી આ પ્રક્રિયા પૂરી કરવામાં આવશે. સંયુક્ત રાજય અમેરિકા ટ્રાન્સાટલાંટિક સંગઠનને લઇને પ્રતિબદ્ધ છે. અમે એ ભવિષ્ય લખવા જઇ રહ્યા છિએ જે અમે જોઇએ છિએ.