અરવલ્લી જીલ્લા મેઘરજ તાલુકાની પંચાલ અને મેઘરજ જીલ્લા પંચાયત શીટો મા ભારતીય જનતા પાર્ટી ના સંગઠન ની રાહબર હેઠળ વિશાળ રેલીનુ આયોજન કરવામાં આવ્યું હતું મેઘરજ ભાજપા સંગઠન પ્રમુખ ભુપતસિહ ચૈહાણ સિનિયર આગેવાની ની લીલી ઝંડી થી રેલીનુ પ્રથાન મેઘરજ જીલ્લા પંચાયત ઉમેદવાર શાન્તાબેન પરમાર તેમની તમામ તાલુકાના પંચાયત શીટોમાં રેલી યોજી બીજી બાજુ પંચાલ જીલ્લા પંચાયત શીટ ના યુવાન ઉમેદવાર કનુ મનાતે પણ આદિવાસી વિસ્તારોમાં એડીચોટી ના જોર સાથે રેલી યોજી જેમાં ભાજપ ના કાર્યકરો સાથે ધમાકેદાર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ તકે જંગી જનમેદની ઉમટી હતી.સ્થાનિક સ્વરાજની ચુંટણી આડે હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે મતદારોને પણ ઉમેદવારો જોડે મોટી અપેક્ષાઓ વધી છે.હાલમાં મતદારો મગનું નામ મરી પાડવા તૈયાર નથી જેનુ જેટલુ જે આવે તે લેવામાં જ સક્રિય દેખાય છે ચા નાસ્તો બધાનો વોટ તો બટન દબાયા પછી જ ખબર ? આ વખતે ગ્રામ્ય વિસ્તારોમાં બંધ બારણે હજારો રુપિયાનો ખચૅ વધ્યો છે આડા દિવસે નામ .હાવ .ભાવ કોઈ નતા તેના આજે ભાવ નક્કી થયા છે..આખરે તો નિર્ણય પ્રજા જ કર છે કોના પત્તા કપાય અને કોના પર કળ ઢોળાય,તેતો જોવું જ રહ્યુ.પણ એક વસ્તુ ચોક્કસ દેખાય છે કે પ્રજા એક મત માટે ઉમેદવારો ને કાળો દિવસ બતાવે છે તો ખરેખર જીત પછી ઉમેદવાર કેવી રીતે ખચૅ ઉપાડ છે કે સેવા કર છે તેતો સમયે જ ખબર પડે…
જગદીશ સોલંકી અરવલ્લી.


