અરવલ્લી જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા માર્ગદર્શન અને સુચના આપવામાં આવેલ તેમના સૂચન મુજબ આર. કે.પરમાર પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી અરવલ્લી મોડાસા સ્ટાફના(૧) એ.એસ.આઇ સરદાર સિંહ મગનસિંહ(૨) એ.એસ.આઇ મોહનસિંહ ફતેસિંહ(૩) અ .હેડ કોન્સ્ટેબલ ઇમરાન ખાન (૪) અ. હેડ કોસ્ટેબલ મનહરસિંહ દાન સિંહ એલસીબી અરવલ્લી મોડાસાના ઓને મળેલી માહિતી અન્ય વે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન ગુન્હો રજીસ્ટર નંબર૭૪/૨૦૧૭, ઈ પી કો કલમ ૩૦૭, ૫૦૬ (૨) ૧૧૪ મુજબના નાસતો ફરતો આરોપી જે ફરિયાદ ભોગ બનનાર આડા સંબંધોની ખોટો વહેમ રાખી ફરિયાદી ભોગ બનનારના શરીરે કેરોસીન છાંટી આગ ચાંપી ખૂન કરવાની કોશિશ કરી અન્ય આરોપીઓએ આ કામે મદદ કરી ગુનો કરેલો હતો. આરોપી છેલ્લા ચાર વર્ષથી પોલીસની નજર છુપાવી નાસતો ફરતો હતો. અને આરોપી આજરોજ મોડાસા મેઘરજ બાયપાસ ચોકડી ઉપર આવતા ધરપકડ કરવામાં આવી છે. અરવલ્લી જિલ્લા એલસીબી પોલીસને આરોપીને પકડવામાં સફળતા મળી છે.
જગદીશ સોલંકી અરવલ્લી.