-જ્યારથી ચેટ જીપીટી લૉન્ચ થયું છે ત્યારથી લઈ આજ સુધી લોકો તેનાથી ડરી જ રહ્યા છે
‘ચેટ જીપીટી’ને પાછલા વર્ષે ઓપન એઆઈ (આર્ટિફિશિયલ ઈન્ટેલીજન્સ)એ લોન્ચ કર્યું હતું. લોન્ચ થયાથી લઈ આજ સુધી આ ચેટબૉટ બજારમાં ચર્ચાનો વિષય બનેલું છે. ચેટ જીપીટીથી લોકો ડરેલા છે અને તેમના મનમાં સવાલો ઉઠી રહ્યા છે કે ચેટ જીપીટીને કારણે લોકોની નોકરીઓ જઈ શકે છે. થોડા સમય પહેલાં ઓપન એઆઈએ એક રિપોર્ટ શેયર કર્યો હતો જેમાં કંપનીએ જણાવ્યું હતું કે ચેટ જીપીટીને કારણે કેવા લોકોની નોકરી ખતરામાં છે અને કોણ તેનાથી સુરક્ષિત છે. દરમિયાન ઓપન એઆઈના સીઈઓ સૈમ અલ્ટમૈન એક સંસદીય પેનલ સમક્ષ રજૂ થયા હતા.
- Advertisement -
આ દરમિયાન કૃત્રિમ બુદ્ધિમત્તાથી સમાજને થનારા ખતરા અને ચેતવણીઓ અંગે વિચાર-વિમર્શ કરવામાં આવ્યો હતો. ઉપસમિતિના પ્રમુખ રિચર્ડ બ્લુમેન્થલે સુનાવણીની શરૂઆતમાં એક ઑડિયો ક્લિપને બધાની સામે મુકી હતી. આ ઑડિયોમાં એક અવાજ હતો જે ધારાસભ્ય જેવો લાગી રહ્યો હતો. જો કે વાસ્તવમાં તેને એઆઈની મદદથી બનાવવામાં આવ્યો હતો. સુનાવણી દરમિયાન સૈમ અલ્ટમેને અમેરિકી સાંસદોને કહ્યું કે તેના ચેટબૉટે દુનિયાને ચોંકાવી દીધું છે જે પછી આર્ટિફિશિયલ ઈન્ટેલીજન્સને વિનિયમિત કરવું જરૂરી હતું. તેમણે કહ્યું કે એઆઈથી ઉભા થનારા જોખમોને ઓછા કરવા માટે સરકાર દ્વારા હસ્તક્ષેપ કરવામાં આવે તે જરૂરી છે. અલ્ટમૈને કોંગ્રેસને ટેક્નીકના આધારે નવા નિયમો લાગુ કરવાનો આગ્રહ કર્યો હતો.
એઆઈના વૈશ્ચીક ચહેરા અલ્ટમેને ચેતવણી આપી છે કે કૃત્રિમ બુદ્ધિમત્તામાં આપણા જીવનના લગભગ દરેક પાસાને શ્રેષ્ઠ બનાવવાની ક્ષમતા છે પરંતુ આ ગંભીર જોખમ પણ પેદા કરી શકે છે. તેમણે જોર આપીને કહ્યું કે સમય સાથે એઆઈ એક દિવસ માનવ જીવનનના અમુક મોટા પડકારોનું સમાધાન કરશે જેમ કે જળવાયું પરિવર્તન અને કેન્સરની સારવાર…જો કે બીજી બાજુ તે મોટા પાયે લોકોની નોકરી ખાઈ જવાનું કારણ પણ બની શકે છે. સૈમે સરકારો દ્વારા હસ્તક્ષેપની માંગ કરતાં કહ્યું કે એઆઈના ખતરાને ઓછો કરવા માટે હસ્તક્ષેપ જરૂરી બની જાય છે. તેમણે સુચન કર્યું કે એઆઈ મોડલ જારી કરતાપહેલાં અમેરિકી સરકાર લાયસન્સીંગ અને પરિક્ષણ આવશ્યક્તાઓના સંયોજન ઉપર વિચાર કરી શકે છે.