ખાસ-ખબર સંવાદદાતા
મોરબી જીલ્લામાં મેઘરાજાએ બે દિવસનો વિરામ લીધા બાદ આજે વહેલી સવારથી ફરી એકવાર મેઘરાજાએ પધરામણી કરી હતી અને મોરબી શહેર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ઝરમર ઝરમર વરસાદ વરસ્યો હતો.
- Advertisement -
આજે સવારે 6 થી 8 વાગ્યા દરમિયાન 4 મીમી વરસાદ વરસ્યા બાદ વરસાદની ઝડપ વધી હતી અને 8 થી 10 વાગ્યા દરમિયાન મોરબી શહેરમાં વધુ 10 મીમી વરસાદ વરસી જતા શહેરમાં સવારે 6 થી 10 સુધીમાં કુલ વરસાદ 14 મીમી સુધી પહોંચી ગયો હતો તો 10 થી 12 વાગ્યા દરમિયાન વરસાદે થોડો વિરામ લેતા માત્ર 2 મીમી વરસાદ નોધાયો હતો.
છેલ્લા બે દિવસથી મેઘરાજાએ લીધેલા વિરામથી મોરબી શહેરમાં અલગ અલગ વિસ્તારમાં ભરાયેલા પાણી ઓસરવા લાગ્યા હતા પરંતુ આજે સવારથી ફરી મેઘમહેર થવાથી મોરબીના મુખ્ય માર્ગોથી ચોક વિસ્તાર અને નીંચાણવાળા વિસ્તારમાં ફરી પાણી ભરાવવા લાગ્યા હતા જેના કારણે વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.