રૂ.200થી 300 પ્રતિ કિલો, એક મહિના બાદ કેસરનું આગમન થશે
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ ગીર વિસ્તારની વિશ્વ વિખ્યાત કેસર કેરીનું આગમન થવાનું છે.ત્યારે હાલ બજારમાં ખાખડીનું આગમન થઇ ચૂક્યું છે.તેની સાથે દેશી કેરી પણ બજારમાં જોવા મળી રહી છે.નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં આવેલ ઝાડ પરના ફ્લાવરિંગમાં નાની કેરી જોવા મળી રહી છે ત્યારે બજારમાં ખાખડીનું આગમન થતા ભાવ પણ ઊંચા જોવા મળી રહ્યા છે.જેમાં 1 કિલો ખાખડીના 200 થી 300 રૂપિયા જેવો ભાવ જોવા મળી રહ્યો છે.તેની સાથે દેશી કેરી પણ જોવા મળી રહી છે.આમ ધીરે ધીરે આગામી એક મહિના બાદ કેસર કેરી બજારમાં જોવા મળશે.