આરોહી પટેલ અને તત્સત મુનશીએ રાજસ્થાનના ઉદયપુરમાં ધામધૂમથી લગ્ન કરી લીધા છે, ડેસ્ટિનેશન વેડિંગની તસવીરો પણ સામે આવી છે. જોઈ લો તસવીરો.
આરોહી પટેલ-તત્સત મુનશી
આ લગ્નની સીઝન ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે ખાસ રહી છે. આ સીઝનમાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની બે જોડીઓ લગ્નના બંધનમાં બંધાઈ છે. પહેલા મલ્હાર ઠાકર-પૂજા જોશીએ લગ્ન કર્યા, તો હવે આરોહી પટેલ અને તત્સત મુનશીએ પણ લગ્ન કરી લીધા છે.
- Advertisement -
આરોહી પટેલ અને તત્સત મુનશીના લગ્ન
મલ્હાર ઠાકર અને પૂજા જોષીનાં લગ્ન બાદ આરોહી પટેલ અને તત્સત મુનશીની તસવીરો પણ વાયરલ થઈ રહી છે.
લગ્નની તસવીરો
મલ્હાર-પૂજાના લગ્નમાં પણ બંને એકસાથે જોવા મળ્યા હતા. હવે આરોહી અને તત્સતના લગ્ન પહેલાની વિધિઓના કેટલાક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
- Advertisement -
View this post on Instagram
આરોહી-તત્સતના લગ્નની તસવીરો
ત્યારે આરોહી પટેલ અને તત્સતે તેમના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. આરોહી પટેલે પોતાના સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરીને લગ્નના સમાચાર ચાહકોને આપ્યા છે. તસવીરો પોસ્ટ કરીને આરોહીએ લખ્યું, પ્યાર દોસ્તી હૈ.કપલની હલ્દી સેરેમની અને સંગીતમાં ગુજરાતી કલાકારોએ ખૂબ ડાન્સ કર્યો હતો. જયારે થોડા દિવસો પહેલા તત્સત મુનશીના ઘરે સંગીતનું આયોજન કરવામાં આવ્યું હતું.
ઉદયપુરમાં ડેસ્ટિનેશન વેડિંગ
મળતી માહિતી અનુસાર,આરોહી પટેલ અને તત્સત મુનશીએ ઉદયપુરમાં ડેસ્ટિનેશન વેડિંગ કર્યાં છે. આરોહી અને તત્સતના લગ્નમાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની હસ્તીઓ ઉદયપુર પહોંચી હતી.
આરોહી-તત્સતના લગ્ન
નવદંપતિ મલ્હાર અને પૂજા પણ ખાસ મિત્ર આરોહીના લગ્નમાં સામેલ થયાં હતા.બંનેએ લગ્ન કર્યા પછી ચિયર્સ કરતો પોઝ આપતી પણ તસવીર ક્લિક કરાવી છે
લગ્નનો લૂક સિમ્પલ પણ ખાસ
આરોહી અને તત્સત બંનેએ લગ્નમાં પોતાનો લૂક સિમ્પલ રાખ્યો હતો, છતાં પણ તેમનો આ લૂક ખાસ હતો. આરોહીએ પોસ્ટ કરેલી તસવીરમાં તેના હાથની મહેંદીમાં તત્સતનું નામ પણ જોવા મળી રહ્યું છે.