150 જવાનોને ગમે તેવી પરિસ્થિતિને પહોંચી વળવા એલર્ટ મોડમાં રખાયા: જરૂરી સાધન-સામગ્રી સાથે રાહતો તૈયાર
ખાસ-ખબર સંવાદદાતા
ચક્રવાત બિપરજોય જેમ જેમ ગુજરાતની નજીક આવી રહ્યું છે તેમ તેમ તેની ભયંકર અસર વર્તાઈ રહી છે. ઈતિહાસમાં પહેલીવાર ઓખા અને કંડલા બંદરે 10 નંબરનું સીગ્નલ લગાવવામાં આવ્યું છે. કેન્દ્રીય મંત્રીઓ અને રાજયકક્ષાનાં મંત્રીઓને જે જગ્યાએ વાવાઝોડાની અસર થવાની છે. એવા સંભવીત જીલ્લામાં મોકલવામાં આવ્યા છે.વાવાઝોડાની ગંભીરતાને લઈને બીએસએફ અને કોસ્ટલ એરીયાનાં જવાનો એલર્ટ મોડમાં છે.
- Advertisement -
જો પરિસ્થિતિ વધુ વિકટ બનશે તો આ જવાનોની મદદ લેવામાં આવશે. 10 દિવસથી વધુ સમય સુધી ચાલે એટલે રાશન સાથે 150 કરતાં વધુ જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં 8 હજાર લોકોનું સ્થળાંતર કરી દેવામાં આવ્યુ છે.
કચ્છ-ભુજમાં બિપરજોય વાવાઝોડુ ટકરાવાનુ છે. એની ગંભીરતાને લઈને બીએસએફ અને કોસ્ટલ એરીયાનાં જવાનો એલર્ટ મોડમાં છે. જેમાં 150 કરતા વધુ જવાનો હાલમાં 10 ટ્રકો સાથે બચાવથી લઈને રાશનની કીટો સાથે તૈનાત છે. જયારે કચ્છ જીલ્લામાં 4500 અગરીયા તથા 2221 નાગરીકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
માંડવિયાએ ભુજ મિલિટરી બેઝ પર પણ સમીક્ષા કરી
બિપરજોય વાવાઝોડાનુ કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયુ છે. ત્યારે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ બે દિવસથી સૌરાષ્ટ્રમાં કેમ્પ કર્યો છે. ગઈકાલે તેઓ ભુજ મીલીટરી બેઈઝ પર પણ પહોંચ્યા હતા. વાવાઝોડાની સંભવીત આફત સામે સૈન્યને પણ સ્ટેન્ડ-ટુ રખાયું છે. ગમે તેવી પરિસ્થિતિને પહોંચી વળવા સેનાએ પણ સંપૂર્ણ તૈયારી રાખી છે. મનસુખ માંડવીયાએ આ મામલે સૈન્ય અધિકારીઓ સાથે ચર્ચા અને સમીક્ષા કરી હતી.