આર્મ્સ એકટની કલમ-14ના ભંગ સમાન કહી શકાય
સત્તાવાળાઓએ અરજદારના છેલ્લા ત્રણ વર્ષના IT ચકાસ્યા બાદ ઠરાવ્યું હતું : ઇન્કમટેક્સ રિટર્નના આધારે હથિયારનો પરવાનો આપવાનો ઇન્કાર કરવો
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
આવક અને ઇન્કમટેક્સ રિટર્નને આધાર બનાવી હથિયારનો પરવાનો નહી આપવાના રાજયના ગૃહવિભાગ અને રાજકોટ કલેકટર (ડિસ્ટ્રિકટ મેજિસ્ટ્રેટ)ના હુકમને ગુજરાત હાઇકોર્ટે ગેરકાયદે અને રદબાતલ ઠરાવીને અરજદારની અરજી ફરીથી સત્તાવાળાઓને રિમાન્ડ બેક કરી આઠ સપ્તાહમાં તેની પર નવેસરથી નિર્ણય લેવા હુકમ કર્યો હતો. જસ્ટિસ વૈભવી ડી.નાણાવટીએ ચુકાદામાં ઠરાવ્યું હતું કે, હથિયારના પરવાના માટેની અરજી નિર્ણિત કરતી વખતે વ્યકિતને જીવનું જોખમ છે કે કેમ એ જ મુદ્દો પ્રાથમિક વિચારણામાં લેવાનો હોય.
સત્તાવાળાઓએ અરજદારના છેલ્લા ત્રણ વર્ષના ઇન્કમટેક્સ રિટર્ન ચકાસ્યા બાદ ઠરાવ્યું હતું કે, કોઇ ધંધાકીય વિસ્તરણ નહી હોવાથી નાણાંકીય જોખમની વાત જણાતી નથી. વળી, અરજદાર ધોરણ-10 સુધી ભણેલા હોઇ ઓનલાઇન બેંક સુવિધા મેળવી શકે છે, સત્તાવાળાઓએ માત્ર અરજદારને જીવનું જોખમ છે કે કેમ તેટલો જ મુદ્દો વિચારણામાં લેવાનો હોય. આવક અને ઇન્કમટેક્સ રિટર્નના આધારે હથિયારનો પરવાનો આપવાનો ઇન્કાર કરવો એ આર્મ્સ એકટની કલમ-14ના ભંગ સમાન કહી શકાય.