-ગાઝામાં યુએનઆરડબલ્યુને હટાવવાની ઈઝરાયેલની માંગ
ઈઝરાયેલે સનસનીખેજ દાવો કર્યો છે કે સંયુક્ત રાષ્ટ્રની એજન્સીઓના બોરીઓ (કોથળીઓ)માંથી હથિયાર મળ્યા છે. ફિલીસ્તીની ઈસ્લામીક જેહાદના હથિયારોના ભૂમિગત ઠેકાણાને ઈઝરાયેલી સેનાએ તબાહ કરી દીધા છે.
- Advertisement -
ઈઝરાયેલે કહ્યું હતું કે ગત વર્ષ ઓકટોબરે ઈઝરાયેલ પર થયેલા હુમલામાં યુએનઆરડબલ્યુના કર્મચારીઓ પણ સામેલ હતા. ઉલ્લેખનીય છે કે ઈઝરાયેલી સૈનિકોને યુએનઆરડબલ્યુના રાહત પુરવઠામાં છુપાયેલી મિસાઈલો મળી હતી.
આઈડીએફે નિવેદનમાં જણાવ્યું હતું કે બોરીઓની અંદર રોકેટ, ટેન્ક વિરોધી મિસાઈલો, વિસ્ફોટક સામગ્રીઓ છુપાવવામાં આવી હતી.
આ ખુલાસા બાદ ઈઝરાયેલે માંગ કરી છે કે યુએનઆરડબલ્યુને ગાઝામાં તેના અધિકારથી હટાવી દેવામાં આવે.