દરેક ઘરમાં સુશોભન તરીકે સુગંધિત મીણબત્તીઓ ઉપયોગમાં લેવાતી હોય છે. ઘણી વ્યક્તિઓ સુગંધ દ્વારા તેમના મૂડને સુધારવા માટે સુગંધિત મીણબત્તીઓનો ઉપયોગ કરે છે. પરંતુ તમે શું તમે જાણો છો કે, આ મીણબત્તીઓના ઉપયોગથી તમને ગંભીર રોગ થઈ શકે છે? તો ચાલો જાણીએ કે, સુગંધિત મીણબત્તીઓથી આપણને કેવા રોગ થઈ શકે છે.
યુનિવર્સિટી કોલેજ કોર્કના અસિત કુમાર મિશ્રા અને યુનિવર્સિટી ઓફ ગેલવેના મેરી કોગિન્સની આગેવાની હેઠળના અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે, સુગંધિત મીણબત્તીઓ તમારા ઘરમાં હવાની ગુણવત્તા માટે હાનિકારક હોઈ શકે છે. આવી સુગંધિત મીણબત્તીઓ ટૂંકા ગાળે અને લાંબા ગાળે સ્વાસ્થ્યને અસર કરી શકે છે.
- Advertisement -
અભ્યાસ શું કહે છે?
અભ્યાસ અનુસાર, સુગંધિત મીણબત્તીઓ અથવા ધૂપ લાકડીઓ રસાયણો અને રજકણોનું એક જટિલ મિશ્રણ પેદા કરે છે. સુગંધિત મીણબત્તીઓ અથવા ધૂપ બળી જાય છે, ત્યારે કાર્બન મોનોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ઓક્સાઇડ જેવો ઝેરી વાયુ ઉત્પન્ન કરે છે. આ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે.
ટૂંકા ગાળાના સંપર્કથી ખાંસી અને છીંક આવી શકે છે. તમારી આંખો, નાક, ગળા અને ફેફસામાં પણ બળતરા થઈ શકે છે. લાંબા ગાળાના સંપર્કમાં રહેવાથી હૃદયરોગ અને ફેફસાના કેન્સર સહિતની ગંભીર બિમારીઓ થઈ શકે છે. સુગંધિત મીણબત્તીઓ જ્યારે બળે છે ત્યારે હાનિકારક રસાયણો છોડે છે, જે તમારા શ્વસનતંત્રને ખરાબ કરી શકે છે.
- Advertisement -
આ ઉપરાંત સુગંધિત મીણબત્તીઓના સંપર્કમાં જ્યારે વ્યક્તિ આવે છે, ત્યારે તેને છીંક, ખાંસી અને ખંજવાળ આવી શકે છે. સુગંધિત મીણબત્તીઓ કેટલીક વ્યક્તિઓ માટે માથાનો દુખાવો, ચક્કર અને ઉબકાનું કારણ બની શકે છે.
કોણે-કોણે કાળજી રાખવી?
સામાન્ય રીતે, સુગંધિત મીણબત્તીઓ તમારા સ્વાસ્થ્યને નુકસાન કરતી નથી, પરંતુ અસ્થમા, કેન્સર, હૃદય રોગ અથવા નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોએ સુગંધિત મીણબત્તીઓથી દૂર રહેવું જોઈએ.