-પોર્ટલેન્ડમાં 1.20 લાખ ઘરોમાં વિજળી ગુલ: 4 ના મોત
અમેરિકામાં સર્જાયેલી ખતરનાક આર્ટીક બ્લાસ્ટસની સ્થિતિથી લગભગ પુરા અમેરિકામાં હિમવર્ષા સાથે સબ ઝીરો નીચુ તાપમાન છવાઈ ગયું છે અને અનેક ક્ષેત્રે ડિપ ફ્રીઝર જેવી હાલતમાં ફેરવાઈ ગયા છે અને તે આ સપ્તાહના અંતે જ પરીસ્થિતિમાં કોઈ સુધારો થવાની ધારણા છે.
- Advertisement -
ફલોરીડા સહિતના દક્ષિણ અમેરિકામાં ફ્રીઝીંગ ટેમ્પરેચર જેવી હાલત છે અને ઓછામાં ઓછા ચાર લોકોના મોત થયા છે. અમેરિકાની રાષ્ટ્રીય હવામાન કચેરીના જણાવ્યા મુજબ કેન્સર તથા લોવા સહિતની ઉતરીય ક્ષેત્રમાં પણ તાપમાન માઈનસ-30 ડિગ્રી સુધી જઈ શકે છે અને નોર્થવેસ્ટમાંથી હજારો લોકો સલામત વિસ્તારમાં ચાલ્યા ગયા છે.
પોર્ટલેન્ડ ઓરેગોન સહિતના ક્ષેત્રમાં હિમ તોફાનથી 100 જેટલા વૃક્ષો પણ ધરાશાયી થયા છે. મોન્ટાનામાં ઉષ્ણતામાન માઈનસ 50 ડીગ્રી સુધી જવાની ધારણા છે. ઉતર તથા દક્ષિણ ડાકોટામાં પણ આ જ પ્રકારની સ્થિતિ બનશે તેવો ભય છે. અંદાજે 9.50 કરોડ લોકો આ અત્યંત ખતરનાક હવામાન પરીસ્થિતિનો સામનો કરશે તેવો ભય છે અને માઈનસ 17 ડિગ્રી ચીલ્ડ પવન ફુકાવાની પણ શકયતા છે.
- Advertisement -
આ પરીસ્થિતિના કારણે અમેરિકા આંતરિક અને વિદેશી ઉડાનની 700 ફલાઈટસ રદ કરવામાં આવી હતી અને અર્કાન્સાસના ગવર્નરે કટોકટી જાહેર કરી છે. ટેકસાસ, લુઈસીનીયામાં પણ હિમવર્ષાની ચેતવણી છે. પોર્ટલેન્ડમાં 1.20 લાખ ઘરો અને વ્યાપારી સ્થળો પર વિજળી ગુલ થઈ છે.