નવ નિયુક્ત કમિશનરને વોંકળા દબાણનો સામનો કરવો પડશે
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ રાજ્ય સરકારે 50 આઈએએસ અધિકારીઓની બદલીના ઓર્ડરના આદેશ કરતા તેમાં જૂનાગઢ મહાનગર પાલીકાના કમિશનર રાજેશ તન્નાની બદલી કરવામાં આવી છે.અને તેને સુરેન્દ્રનગર ડીડીઓ તરીકે મુકવામાં આવ્યા છે ત્યારે જૂનાગઢ મહાનગર પાલિકાના કમિશનર તરીકે 2016ની બેચના આઈએએસ ડો.ઓમપ્રકાશની નિમણૂંક કરવામાં આવી છે.
જયારે જૂનાગઢના ડીડીઓ મિરાંત પરીખની બદલી અમદાવાદ ડીએમસી તરીકે નિમણૂંક કરવામાં આવી છે.તેની જગ્યાએ જૂનાગઢ ડીડીઓ તરીકે નીતિન સાંગવાનની નિમણુંક કરવામાં આવી છે.ડીડીઓ મિરાંત પરીખનો કાર્યકાળ દરમિયાન અનેક સારા કામો કરીને ખેડૂત થી લઈને અનેક યોજનાનો લાભ લોકો સુધી પોહચાડીને શ્રેષ્ઠ કામગીરી યાદ રહશે જયારે જૂનાગઢ મનપા કમિશનર રાજેશ તન્નાના કાર્યકાળ દરમિયાન પૂરની સ્થતિ બાદ વોકળા પર થયેલ દબાણ મુદ્દે જે રીતે કામગીરી કરવામાં આવી હતી તેના લીધે પ્રજાના રોષનો ભોગ બનવું પડયું હતું ત્યારે હવે મનપા નવા કમિશનરને વોકળા દબાણ પ્રકરણનો સામનો કરવો પડશે.