મેયર ડૉ.પ્રદિપ ડવ, ડે.મેયર ડૉ.દર્શિતાબેન શાહ, અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલ એક યાદીમાં જણાવે છે કે, સને ૨૦૨૧-૨૨ના વર્ષમાં તા.૩૦ જુન સુધી એડવાન્સ મિલ્કત વેરો ભરનાર મિલ્કતધારકને ૧૦% વળતર તથા મહિલા મિલ્કત ધારકોને વધારાના ૫% વળતર એટલે કે ૧૫% અને તા.૩૧ જુલાઈ સુધી એડવાન્સ મિલ્કત વેરો ભરનાર મિલ્કત ધારકને ૫% અને મહિલા મિલ્કત ધારકને ૧૦% વળતર આપવાનું મંજુર કરાયેલ છે. આ બંને યોજનામાં ઓનલાઈન મિલ્કત વેરો ભરનાર મિલ્કતધારકને વિશેષ ૧% વળતર આપવામાં આવશે.
ચાલુ વર્ષમાં આજ સુધીમાં રૂ.૧.૫૮ લાખ લોકોએ વળતર યોજનામાં લાભ લીધેલ છે. જેમાં રૂ.૨.૭૦ કરોડ રોકડ, રૂ.૧૨.૮૭ કરોડ ચેક દ્વારા અને રૂ.૪૧.૨૬ કરોડ ઓનલાઈન દ્વારા ભરવામાં આવેલ છે.
- Advertisement -
મિલ્કત વેરાની યોજનાનો વધુ ને વધુ લોકોએ લાભ લેવા પદાધિકારીઓએ અપીલ કરેલ.
કરદાતાઓ રાજકોટ મહાનગરપાલિકાની ત્રણેય ઝોન ઓફીસ, તમામ સિટી સિવિક સેન્ટર, તમામ ૧૮ વોર્ડની મુખ્ય વોર્ડ ઓફિસ, આઇ.સી.આઇ.સી.આઇ. બેંક ખાતે અને ઓનલાઈન મિલ્કત વેરો ભરપાઈ કરી શકાશે.