તારો દીવો તું જ થા, બીજો કોઈ તારો દીવો થશે નહીં
-ડૉ.શરદ ઠાકરગુરુએ દર્શાવેલ માર્ગને અનુસરો : વખત જતા તે માર્ગે તમે કઇંક અનુભવશો અને પછી ખૂબ જ સ્વાભાવિક રીતે તમે ગુરુને પ્રેમ કરવા લાગશો.
એક વિદ્વાન સિનિયર ઓર્થોપેડિક સર્જન મિત્રે એક પ્રશ્ર્નમાં ત્રણ પ્રશ્ર્નો સમાવિષ્ટ કરીને મોકલ્યા છે. એમનો પહેલો પ્રશ્ર્ન છે, “સદગુરૂ વિના પરમાત્માની પ્રાપ્તિ શક્ય છે? બીજો પ્રશ્ર્ન છે સદગુરૂથી ફાયદો તો થાય એવું હું માનું છું, એના વિશે તમે શું માનો છો? અને ત્રીજો પ્રશ્ર્ન છે કે શાસ્ત્રોને સદગુરૂ તરીકે સ્વીકારી શકાય?”
પહેલો પ્રશ્ર્ન કે સદગુરૂ વિના પરમેશ્ર્વરની પ્રાપ્તિ શક્ય છે? હા, છે. તમે સાધના દ્વારા અથવા વાંચીને અથવા પૂર્વસૂરીઓ એટલે કે જે સેંકડો, હજારો વર્ષ પહેલાં થઈ ગયેલા સિદ્ધ પુરુષો જે માર્ગ લખી ગયા છે એ પ્રમાણે તમે ચાલો તો ચોક્કસ તમે ઈશ્ર્વર સુધી પહોંચી શકો. કારણ કે બધું જ આપણી પાસે ઉપલબ્ધ છે. ચિત્તશક્તિ વિલાસ છે, અષ્ટાંગયોગ છે અને બીજા ઘણા-બધા પુસ્તકો છે જેને તમે અનુસરી શકો છો.
- ગુરુને ચાહવાનો અર્થ એવો નથી કે ગુરુ, ગુરુ, ગુરુ એમ કહેતાં-કહેતાં એમની પાછળ-પાછળ ફર્યા કરવું, સાચા ગુરુ કદી આવી વાતને ઉત્તેજન નહિ આપે. તમારે કંઈ કરવાનું હોય તો તે છે તેમના ઉપદેશનું પાલન.
હવે ત્રીજા પ્રશ્ર્નનો જવાબ હું અહીં આપી દઉં. તમે પૂછ્યું કે શાસ્ત્રોને સદગુરૂ તરીકે સ્વીકારી શકાય? હા, સ્વીકારી શકાય. મેં તો સ્વીકારેલાં છે. સિખ ધર્મમાં દશ ગુરુઓ થયાં પછી એમણે ગુરુગ્રંથ સાહેબને જ ગુરુ બનાવી દીધા. એટલે ગુરુગ્રંથ સાહેબમાં બધું જ નિરૂપણ છે. તમારે કોઈ જીવંત ગુરુની જરૂર જ નથી. હા, વિદ્યાર્થી જેમ એકડો-બગડો ઘૂંટવા માટે ગુરુ પાસે માર્ગદર્શન લેવા માટે જાય, આપણે જેમ કોઈ અઘરા શબ્દનો અર્થ જાણવા માટે વિદ્વાનોને પ્રશ્ર્ન પૂછીએ એમ તમે તમારી કોઈ મૂંઝવણો હોય એ તમે કોઈ વિદ્વાન વ્યક્તિને પૂછીને માર્ગદર્શન મેળવી શકો છો. પણ જોખમ જે છે એ સદગુરૂની યોગ્યતા વિષે છે. સદગુરૂ ખરેખર સારા ગુરુ છે એ નક્કી કોણ કરે? આપણે નક્કી કરીએ કે એ ગુરુ પોતે નક્કી કરે?
- Advertisement -
જો ગુરુ પોતે જ એ નક્કી કરવાના હોય તો એ બહુ જોખમી છે. આપણે ઘણાબધા ગુરુઓને જેલમાં સળિયા પાછળ બેઠેલાં જોયાં છે. ઘણા બધા ગુરુઓ જેલમાં જવાની તૈયારીમાં છે. આનો અર્થ એવો હરગીઝ નથી કે આ યુગમાં સારા પવિત્ર ગુરુઓ ન હોય પણ એની ખોજ કરવા માટે ન તો આપણી પાસે સમય છે કે ન તો એવા સંજોગો છે. માટે જે દિશામાંથી સારા વિચારો, સારું માર્ગદર્શન મળે એ સ્વીકારી લેવું.
અહીં મને સ્વામી શ્રી મુકતાનંદ બાબાના કેટલાંક વાક્યો ટાંકવાનું મન થાય છે. બાબા લેખિતમાં કહી ગયા છે કે ગુરુએ દર્શાવેલ માર્ગને અનુસરો. વખત જતા તે માર્ગે તમે કઇંક અનુભવશો અને પછી ખૂબ જ સ્વાભાવિક રીતે તમે ગુરુને પ્રેમ કરવા લાગશો. ગુરુને ચાહવાનો અર્થ એવો નથી કે ગુરુ, ગુરુ, ગુરુ એમ કહેતા કહેતા એમની પાછળ-પાછળ ફર્યા કરવું. સાચા ગુરુ કદી આવી વાતને ઉત્તેજન નહિ આપે. તમારે કંઈ કરવાનું હોય તો તે છે તેમના ઉપદેશનું પાલન.
કોઈ પણ સદગુરૂ પાસેથી બે વાત સારી શીખવા મળે તો એને સ્વીકારી લેવી. બાકી કોઈ ગુરુની કંઠી બાંધી કે એની પાછળ ફર્યા કરવું કે એના પર આંધળો વિશ્વાસ મૂકી બાકીનું બધું એ જ કરશે આપણે કંઈ કરવાની જરૂર નથી એવું ક્યારેય ન વિચારશો. ભગવાન બુદ્ધના જીવનનું અંતિમ વાક્ય યાદ રાખવું. ‘અન્નક્ષ ડક્ષિળજ્ઞ ધમ। તારો દીવો તું જ થા. બીજો કોઈ તારો દીવો થશે નહીં. હું આ મારા વિચારો નથી લખતો. આ મહાન સિદ્ધપુરુષોના વિચારો જણાવું છું.