હાલ જ અનુપમ ખેરે એમની 58મી ફિલ્મની જાહેરાત કરી છે. ઇન્સ્ટાગ્રામ પર એક નાનો ફોટો વિડીયો શેર કરતાં એમને લખ્યું કે ફિલ્મમાં તેઓ રવીન્દ્રનાથ ટાગોરની ભૂમિકામાં જોવા મળશે.
બોલિવૂડ એક્ટર અનુપમ ખેરે સિનેમામાં પોતાની એક આગવી ઓળખ ધરાવે છે અને લોકો અનુપમ ખેરના જોરદાર અભિનયના ચાહક પણ છે. આ સાથે જ ઘણા લોકોનું એવું માનવું પણ છે જે કે જે ફિલ્મમાં અનુપમ ખેર છે એ ફિલ્મ જરૂરથી હિટ જશે કારણે કે તેઓ સમજી વિચારીને ફિલ્મની વાર્તા પસંદ કરે છે અને એ ફિલ્મના કિરદારમાં જીવ ફૂંકી દે છે. આ સાથે જ તેઓ સોશિયલ મીડિયા પણ ખૂબ એક્ટિવ રહે છે અને અવારનવાર તેમના ફોટોસ્ અને આવનાર ફિલ્મ અને એમના કામ વિશે અપડેટ આપતા રહે છે.
- Advertisement -
જણાવી દઈએ કે હાલ જ એમને 538મી ફિલ્મની જાહેરાત કરી છે, જેમાં તે રવીન્દ્રનાથ ટાગોરની ભૂમિકામાં જોવા મળશે.અનુપમનો રવીન્દ્રનાથ ટાગોર તરીકેનો ફર્સ્ટ લૂક પણ સામે આવ્યો છે. વાત એમ છે કે અનુપમ ખેરે ઇન્સ્ટાગ્રામ પર એક નાનો ફોટો વિડીયો શેર કર્યો છે, જે બ્લેક એન્ડ વ્હાઇટ છે. એ વિડીયોમાં અનુપમ ખેરનો દેખાવ, હાવભાવ અને કપડાં રવીન્દ્રનાથ ટાગોર જેવા જ છે.
View this post on Instagram- Advertisement -
આ વીડિયો શેર કરતાંની સાથે એમને કેપ્શનમાં લખ્યું છે કે, ‘હું ખૂબ જ ખુશ છું કે હું મારા 538માં પ્રોજેક્ટમાં ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરની ભૂમિકા ભજવી રહ્યો છું. આ મારું સૌભાગ્ય છે. ટૂંક સમયમાં હું તમારી સાથે આ ફિલ્મ વિશે વધુ માહિતી શેર કરીશ.’
જણાવી દઈએ કે વર્ષ 1913માં રવીન્દ્રનાથ ટાગોર સાહિત્યમાં નોબેલ પુરસ્કાર જીતનાર પ્રથમ ભારતીય હતા. એમને ભારત અને બાંગ્લાદેશના રાષ્ટ્રગીત લખ્યા છે અને આ સાથે એમને બીજા ઘણા ગીતો પણ લખ્યા. રવીન્દ્રનાથ ટાગોરને ગુરુદેવ સહિત અનેક અલગ-અલગ નામોથી યાદ કરવામાં આવે છે. અનુપમ ખેરની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે અને ચાહકો તેના લુકના ખૂબ વખાણ કરી રહ્યા છે.
અનુપમ ખેરના આગામી પ્રોજેક્ટ્સમાં ‘મેટ્રો ઇન દીનો’, ‘ધ વેક્સીન વોર’ અને ‘ઇમરજન્સી’નો સમાવેશ થાય છે.