કૂલર, ફૂલદાની, ટાયર, ભંગાર, અગાસી, પાણી ભરેલ ખાડાઓમાં ટેમોફોસ/કેરોસીન નાખી મચ્છરના પોરાનો નાશ કરાયો
432 જગ્યાએ કાયમી પાણી ભરાતા સ્થળોમાં પોરા ભક્ષક માછલી મૂકાઇ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.25
ગીર સોમનાથ જિલ્લાના આરોગ્ય વિભાગ અને મેલેરિયા શાખા દ્વારા જિલ્લાના અધિકારીઓ તથા સુપરવાઈઝરના સુપરવિઝન હેઠળ વાહકજન્ય રોગ અટકાયત અને નિયંત્રણ કામગીરીની સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ કામગીરીમાં કુલ 94 સુપરવાઈઝરો પૈકી 21 મેડીકલ ઓફિસરશ્રી, 24 આયુષ મેડીકલ ઓફિસર, 49 સુપરવાઈઝરો દ્વારા 671 ટીમ દ્વારા સુપરવિઝન તથા મોનીટરીંગ કરવામાં આવ્યું હતું. જેમાં 137 સી.એચ.ઓ, 171 એમ.પી.એચ.ડબલ્યૂ, 172 ફિમેલ હેલ્થ વર્કર, 824 આશાબહેનો તથા આશા ફેસીલીટર બહેનો દ્વારા હાઉસ ટુ હાઉસ વિઝીટ કરવામાં આવી હતી.
આરોગ્ય વિભાગની સર્વે ટીમ દ્વારા જિલ્લામાં પાણી ભરેલા પાત્રો, ફ્રીઝ, કુલર, ફૂલદાની, ટાયર, ભંગાર, અગાસી, પાણી ભરેલ ખાડાઓ વગેરે ચેક કરી જે જગ્યાએ મચ્છરોનું બ્રિડિંગ(પોરા) જોવા મળ્યા હતાં. જેમાં ટેમોફોસ/કેરોસીન નાખી મચ્છરના પોરાનો નાશ કરવામાં આવ્યો હતો. આ સર્વે દરમિયાન કુલ 14,03,192 વસ્તી આવરી લેવામાં આવી હતી તથા 2,64,254 ઘરોમાં મુલાકાત લેવાઈ હતી. 16,23,499 જેટલા પાત્રો તપાસતા તેમાંથી 5,936 પાત્રોમાં મચ્છરનું બ્રીડીંગ જોવા મળતા પોરાનાશક કામગીરી કરવામાં આવી હતી. તેમજ આઉટડોરમાં મોટા ખાડા-ખાબોચિયામાં 5,166 બ્રીડીંગ પ્લેસમાં ડાયફ્લુ બેન્ઝુરોન તથા બળેલ ઓઈલ નાખવામાં આવ્યું હતું. જેથી મચ્છરના લાર્વા નાશ પામ્યાં હતાં.