ખાસ-ખબર સંવાદદાતા
નશાબંધી સપ્તાહ 2023 ના ત્રીજા દિવસે એસ.ટી બસસ્ટેન્ડ તેમજ વિવિધ જાહેર સ્થળો પર નશાબંધી પ્રચાર પત્રિકા વિતરણ કરી એસ.ટી બસોમાં નશાબંધી પ્રચાર સ્ટિકરો લગાવાનો જનજાગૃતિના કાર્યક્રમનું આયોજન કરવામાં હતું. નશાબંધી પ્રસાર-પ્રચાર અર્થે પોરબંદરના એસ.ટી બસસ્ટન્ડ, હોસ્પિટલો, મંદીરોમાં કે જ્યા જાહેર સ્થળો ઉપર નશાબંધી વિષયક જાગૃતતા આવે તેવા ઉદેશ્યથી નશાબંધીની પ્રસાર પત્રિકા વિતરણ કરી નશાબંધી વિષયક સ્ટીકરો છોટાડ્યા અને નશાબંધી જાહેર પ્રદર્શન કરવામાં આવ્યુ. લોકોને સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો કે, વ્યશનથી સમાજમાં કેવી રીતે આર્થિક, સામાજીક તેમજ આરોગ્યનું નુકસાન થાય છે. એવું પણ જણાવ્યું કે તમારી આસ-પાસ ક્યાય દારૂ, ડ્રક્સ, ગાંજા સહિત વસ્તુનું વેચાણ થતુ હોય તો તાત્કાલીક નજીકના પોલીસ સ્ટેશનો સંપર્ક કરી માહિતી આપવી. આ ટેક્નોલોજીના યુગમાં મોબાઇલ દ્રારા પણ ટોલ ફિ નંબર 100 અથવા 14405 પર કોલ કરી આવી બિન અધિકૃત વસ્તુઓની જાણ કરી ખરા અર્થે સમાજ સેવા કરવા અનુરોધ કર્યો હતો. નશાબંધી અધીક્ષક પી.આર ગોહિલ, એસ.ટી બસસ્ટેન્ડનો તમામ સ્ટાફગણ તેમજ હોસ્પિટલ સ્ટાફ, આગેવનો અને નશાબંધીનો તમામ સ્ટાફગણ ઉપસ્થિત રહયો અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.