ફિઝિયોથેરાપીસ્ટ ડૉ.અંકિત કાથરાણીએ પોતે જ બીમાર હોવાનું દર્શાવી 22.49 લાખ પાસ કરાવી લીધાં
બ્રેઈન ટ્યુમરના સિવિલ હોસ્પિટલમાં કરાવેલા ખોટા MRI રિપોર્ટ મેળવી રૈયા ચોકડીની રાધે હોસ્પિટલના ડૉ. વિપુલ બોડાએ સારવાર કરી આપી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
અગાઉ રાજકોટની સમર્પણ હોસ્પિટલના ખોટા રિપોર્ટ રજૂ કરી 40 લાખનો મેડિકલેમ પાસ કરાવી લીધાનો બનાવ સામે આવતાં મુખ્ય સૂત્રધાર ફિઝિયોથેરાપીસ્ટ ડો.અંકિત કાથરાણી સહિતના શખ્સો સામે ગુનો નોંધાયો હતો અને તેની ધરપકડ પણ હતી ત્યારે વધું એક મેડિકલેમ પાસ કરાવવાનું કૌભાંડ સામે આવ્યું છે જેમાં ફિઝિયોથેરાપીસ્ટ ડો.અંકિત કાથરાણીએ પોતે જ બીમાર હોવાનું બતાવી વિમા કંપની પાસેથી રૂ.22.49 લાખનો મેડિકલેમ પાસ કરાવી લેતાં ગાંધીગ્રામ પોલીસ મથકમાં તેની સામે વધું એક ગુનો નોંધાયો છે.
બનાવ અંગે તેલંગણાં રહેતાં અને એચડીએફસી જેન્ટલ ઇન્સ્યોરન્સમાં આસીસ્ટન્ટ વાઇસ પ્રેસીડન્ટ તરીકે બે વર્ષથી નોકરી કરતાં ડો.શ્રીનીવાસ જનારામુ નરશૈયા ઉ.44એ રાજકોટ માધાપર ચોકડી પાસે રહેતા ડો.અંકીત હિતેષ કાથરાણી તથા તેની સાથેના અન્ય શખ્સો સામે ગાંધીગ્રામ પોલીસમાં આઈપીસી 420, 465, 467,468 સહિતની કલમ હેઠળ નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું હતું કે, કંપનીની ઓફીસ અમદાવાદમાં શ્રીધર એથેન્સ નહેરૂનગરમાં આવેલ છે કંપની દ્વારા મેડીક્લેમ સ્થળ પરીક્ષણ માટે ફીનીકસ કલેઇમ સોલ્યુસનને વીમા ક્લેઇમની ચકાસણીનો કોન્ટ્રાક્ટ મળેલ છે તેઓની વિમા કંપનીમાં રાજકોટના ડો. અંકીત કાથરાણીએ તા.29-04-2022ના પોતાના નામે પોલીસી લીધી હતી જયારે પણ વીમાધારક પોતાની બીમારી અંગેનુ મેડીકલેમ મંજુર થવા કંપનીમાં ઓનલાઈન મેડીકલ ફાઈલ સબમીટ કરે ત્યારે તે અંગેની જરૂરી ખરાઇ કરવા સારૂ ટી.પી.એ. દ્વારા જરૂરી ચકાસણી કરવામાં આવે છે એપ્રીલ 2025માં જાણ થયેલ કે, ડો. અંકીત કાથરાણીએ તેના અન્ય મિત્રો સાથે મળી આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડમાં ખોટો મેડીકલેઇમ મંજુર કરાવાની કોશીષ કરતા તેમના ઉપર તથા અન્ય સહ કર્મચારીઓ ઉપર પોલીસ કેસ થયેલ છે. જે જાણવા મળતા કંપનીમાં ડો. અંકીત કાથરાણીએ પોતાના નામની પોલીસી બાબતે તપાસ કરતા માલુમ પડેલ કે, આ પોલીસી ધારક ડો.અંકિત કાથરાણીએ પોતાની લીધેલ પોલીસીમાં વિમા કંપનીમાં ગઇ તા.31/08/2022 ના પોતાની ગંભીર બીમારી સંદર્ભે રીપોર્ટ સબમીટ કરેલ અને તેમાં રાજકોટ પી.ડી.યુ. હોસ્પીટલ ખાતે આવેલ સહયોગ ઇમેજીંગ સેન્ટરનો તા.25/08/2022 નો બ્રેઇન એમઆરઆઈ રીપોર્ટ પણ અપલોડ કરેલ હતો વિમા કંપનીની ટી.પી.એ. (થર્ડ પાર્ટી એજન્સી) દ્વારા તપાસ કર્યા બાદ કંપની દ્વારા આ વિમા ધારક અંકિત કાથરાણીને તા.21/09/2022ના સેટલમેન્ટ લેટર તથા તેઓની એચડીએફસી બેંકમાં હોમલોન ચાલુ હોય જે હોમ લોનની રકમના રૂ.21,74,087 એચડીએફસી ઈએરગો કંપની દ્વારા બેંકને અંકિત કાથરાનીની હોમ લોન એકાઉન્ટ દ્વારા બેંક થી બેંક દ્વાર ટ્રાન્સફર કરવામાં આવેલ અને બાકીની રકમ રૂ.75,500 અંકિત કાથરાણીના બેંક એકાઉન્ટ દ્વારા જમા કરાવવામાં આવેલ હતાં. આમ કુલ રૂ.22,49,587 નો મેડીકલેઇમ અંકિત કાથરાણીને ચુકવવામાં આવેલ હતો.
જે બાબતે શંકા જતા ફીનીકસ કંપનીના કર્મચારી મારફતે રાજકોટ પી.ડી.યુ. હોસ્પીટલ ખાતે આવેલ સહયોગ ઇમેજીંગ સેન્ટર ખાતે તપાસ કરાવતા તા.25/08/2022 ના રોજ અંકિત કાથરાણીનો એમ.આર.આઇ. રીપોર્ટ થયેલ ન હોવાનું સહયોગ ઇમીજીગ સેન્ટરના હેડ નીલીમાબેન ગર્ગ દ્વારા જણાવવામાં આવેલ હતું તે બાબતે તેઓએ તા.29/04/2025 ના રોજ સહયોગ ઇમીજીગ સેન્ટરના લેટર પેઇડ ઉપર લખી આપેલ કે, દર્દી અંકિત કાથરાણીના નામનો તા.25/08/2022ના કોઇ એમ.આર.આઈ રીપોર્ટ થયેલ નથી.
- Advertisement -
જેથી સામે આવેલ કે, અંકિત કાથરાણીએ વર્ષ 2022 માં વિમા પોલિસી લીધા બાદ રૈયા ચોકડી પાસે આવેલ રાધે હોસ્પીટલના ડો.વીપુલ ડી.બોડાના નામની ખોટા બનાવટી મેડીકલ કાગળો તથા ખોટા એમઆરઆઈ રિપોર્ટ રજુ કરી જેનો સાચા તરીકે ઉપયોગ કરી વિમા કંપની પાસેથી કુલ રૂ.22,49,587 નો ઇન્સ્યોરન્સ ક્લેમ છેતરપીંડીથી મંજુર કરાવી લઈ રૂપિયા પડાવી લીધાં હતા.