જડેશ્ર્વર મહાદેવનો ઈતિહાસ જામનગરના રાજા જામરાવલ સાથે જોડાયેલો છે !
પવિત્ર શ્રાવણ માસમાં વાંકાનેર નજીક ડુંગર ઉપર બિરાજતા જડેશ્ર્વર મહાદેવ મંદિરે શિવભક્તોનું ઘોડાપુર ઉમટશે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
શ્રાવણ માસ દરમિયાન જડેશ્ર્વર મહાદેવ મંદિર ખાતે દિવસ દરમિયાન વહેલી સવારે ચાર વાગ્યે પ્રાત: આરતી, બપોરે બાર વાગ્યે મધ્યાહન આરતી તથા સાંજે સાડા સાત વાગ્યે સંધ્યા આરતી થશે.
વાંકાનેર તાલુકામાં આવેલા જડેશ્ર્વર મહાદેવ સ્વયંભૂ પ્રગટ થયા છે. જડેશ્ર્વર મહાદેવના ઇતિહાસ સાથે જામનગરના પરાક્રમી રાજા નરેશ જામ રાવલનો જન્મ ઐતિહાસિક રીતે સંકળાયેલો છે. તેમને નાનપણથી જ કાયમ માથું દુખ્યા કરતું હતું. પ્રજાજનોએ રાજાને જાણ કરી હતી કે, ધ્રોલનાં ત્રિકાળદર્શી વિદ્વાન બ્રાહ્મણ પંજુ ભટ્ટજી વિશે જણાવ્યું, રાજાએ પોતાના મહેલમાં પંજુ ભટ્ટને બોલાવીને કારણ પૂછતાં જણાવ્યું હતું કે, પૂર્વ જનમમાં તેઓ અરણીટીંબા ગામમાં ભરવાડ હતા. તે જ ગામમાં એક વૃદ્ધ સોની રહેતો હતો, જેની ગાયો ભગવાન ભરવાડ ચરાવતો હતો. લોકો તેને ભગો કહેતા હતા. સોનીની કેટલીક ગાયો પુસ્કળ દૂધ આપતી હતી પરંતુ થોડા દિવસથી ગાયો દૂધ જ નહોતી આપતી જેથી ભરવાડ અને સોની એક દિવસ ગાય પાછળ ગયા અને જોયું તો ગાય ટેકરા પર ચડી એક ખાડામાં ઉભી રહીને દૂધની ધારા વહાવતી હતી ત્યારે વૃદ્ધ સોની સમજી ગયો કે અહીં ખાડામાં જરૂૂર કોઈ અદ્રશ્ર્ય દેવ હોવા જોઈએ જેથી આજુબાજુ ખોદાણ કરતા મહાદેવનું બાણ દેખાયું ત્યારબાદ ભરવાડ અને સૌની હંમેશા મહાદેવની પૂજા કરવા માટે આવતા હતા.
- Advertisement -
સોની હંમેશા ભગા ભરવાડને કહેતા કે, આ સ્વયંભૂ ચમત્કારી દેવ છે. કોઈ પણ કમળની પૂજા શ્રદ્ધા ભાવથી કરે તો તે જરૂૂર આવતા જન્મમાં રાજા બને છે. ભરવાડે મનોમન મહાદેવની પૂજા કમળથી કરવાનો નિશ્ર્ચય કર્યો અને 20 વર્ષ બાદ ગોરની સલાહ લઇ ભરવાડે બપોરે મહાદેવ પાસે બેસીને પૂજા કરી તીક્ષ્ણ હથિયાર વડે પોતાનું માથું કાપી નાખ્યું, તેનું માથું મહાદેવને અથડાઈને અરણીના વાડામાં પડતા ખોપરીમાંથી અરણીનું વૃક્ષ ઉગી ગયું હતું. મહાદેવે ભરવાડની શ્રદ્ધાથી પ્રસન્ન થઈ બીજા જન્મમાં તેને રાજા બનાવ્યા ત્યારબાદ પેશ્ર્વા સરદાર વિઠોબાને રક્તપિત્તનો રોગ થતા જડેશ્ર્વરની આસ્થાથી મટી જવાથી તેમણે હાલના જડેશ્ર્વરનું વિ.સં. 1869 માં ભવ્ય શિવાલય બંધાવ્યું હતું. અહીં શ્રાવણ માસના બીજા સોમવારે જડેશ્ર્વર મહાદેવનો પ્રાગટ્યોત્સવ હોવાથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન પણ કરવામાં આવે છે.