માદા ચિત્તાને શોધવા હેલિકોપ્ટરનો પણ ઉપયોગ થશે: કોલર આઈડી ખરાબ થઈ જવાથી ‘નિર્વા’નું લોકેશન મળતું નથી
મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કનું વાતાવરણ આફ્રિકાના નામિબિયાથી લાવવામાં આવેલા ચિત્તાને માફક ન આવતું હોય તેમ છેલ્લા કેટલાક સમયમાં 9 ચિત્તાના મોત થયા છે. હવે વધુ એક માત્ર ચિત્તા લાપતા બનતા હડકંપ મચ્યો છે.
- Advertisement -
નિર્વા નામની માદા ચિત્તા છેલ્લા 20 દિવસથી લાપતા છે અને તેને શોધવા માટે 80 માણસો, બે ડ્રોન અને એક હાથીને પણ કામે લગાડયા છે, તેમ છતા ગાયબ માદા ચિત્તા હાથ નથી લાગી- આ માદા ચિત્તાનું કોલર આઈડી ખરાબ થઈ ગયું હોઈ કામ કરી ન રહ્યું હોઈ તેનું લોકેશન નથી મળી રહ્યું.
હવે આ માદા ચિત્તાને શોધવા હેલિકોપ્ટરની મદદ લેવાની તૈયારી થઈ રહી છે. વન અધિકારીઓનો દાવો છે કે છેલ્લે તા.28 જુલાઈએ નિર્વા કૂના પાર્કની બહાર જંગલમાં દેખાઈ હતી, તેને ટ્રાન્કવીલાઈઝ કરવાની તૈયારી થઈ રહી હતી ત્યારે તે ગાયબ થઈ હતી. ત્યારપછી તે દેખાઈ નથી.
ચિત્તાના મોતને લઈને એવી ખબરો બહાર આવી છે કે, કેટલાક ચિત્તાઓને કોલર આઈડીના કારણે સંક્રમણ થયું હતું અને તેના કારણે થયેલી ઈજાના કારણે તેમનું મોત થયું હતું. વિશેષજ્ઞોને ચિંતા છે કે નિર્વાને જો કોલ આઈડીથી ઈન્ફેકશન થયું હશે તો તે બીમાર પડી ગઈ હશે.
- Advertisement -