ફ્રૂટની લારીનો વ્યવસાય કરનાર બંને ભાઈઓને મહાદેવ પર અનેરી શ્રદ્ધા
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ ગીરનાર અને ભવનાથ મહાદેવમાં અનેરી શ્રદ્ધા ધરાવતા સાગર કટારીયા અને કીશન કટારીયા બંને ભાઈઓ ફ્રૂટની લારી ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે પણ ભોળાનાથ પર અડગ શ્રદ્ધા સાથે સેવા પૂજા કરે છે મહા શિવરાત્રીના દિવસે ભવનાથ મંદિરને વર્ષોથી ફૂલોનો શણગાર બંને ભાઈઓ કરે છે.
- Advertisement -
મહા શિવરાત્રીના મહા પર્વ નિમિતે ભવનાથ મંદિર પટાંગણને અને મૃગીકુંડમાં ફૂલોની પથારી કરીને અનેરો શણગાર કરવામાં આવે છે.બંને ભાઈઓ સાંજથી શરુ કરીને રાત સુધી શણગાર કરવામાં આવે છે.તેની સાથે નાગા સાધુ અને સંતો મહંતોને રવેડીમાં ફૂલોનો વરસાદ કરવામાં આવે છે.આ વર્ષે 1200 કિલો ફૂલોથી શણગાર કરવામાં આવ્યો હતો બંને ભાઈઓ છેલ્લા 10 થી 12 વર્ષથી ભવનાથ મંદીર અને મૃગીકુંડને ફૂલોથી શણગારી રહ્યા છે.એક સમયે 2 કિલો ફૂલથી શરુ કરીને આજે હજારો ફૂલોનો શણગાર ની સ્વાર્થે બંને ભાઈઓ કરી રહ્યા છે.તેની સાથે મહાદેવ અને સાધુ સંતો સાથે ગિરનારી મહારાજ અનેરી શ્રદ્ધા સાથે શિવ ભક્તિ કરે છે.