જૂનાગઢમાં એક અઠવાડિયામાં લવ જેહાદના બે કિસ્સા સામે આવ્યા
જૂનાગઢ પોલીસે ગુનાની ગંભીરતા સમજી બે શખ્સોને રાઉન્ડઅપ કર્યા
- Advertisement -
દુષ્કર્મની ઘટના મામલે વિસાવદરમાં આક્રોશ
ખાસ-ખબર સંવાદદાતા
સોશિયલ મીડિયાના માઘ્યમથી આજના યુગમાં યુવક યુવતી અને પરિવારના સભ્યો માટે ચેતવણીરૂપ કિસ્સા સામે આવી રહ્યા છે. થોડા દિવસ અગાઉ જૂનાગઢની એક યુવતી સોશિયલ મીડિયાના માધ્યમથી બરેલીના યુવક સાથે પ્રેમ સંબંધમાં માતા-પિતાને ભોજનમાં ઘઉંમાં નાખવાના ટીકડા ખવડાવી ઘરમાંથી પરિવારના એટીએમ કાર્ડ અને મોબાઇલ ફોન લઇને ભાગી છુટી હતી. પોલીસની સર્તકતાથી યુવતી અને તેનો પ્રેમી બરેલીથી ઝડપાયા હતા. એવો જ એક કિસ્સો બીજો સામે આવ્યો છે.
વિસાવદરનાં રામપરા ગામની 16 વર્ષીય તરૂણીને સોશિયલ મીડિયાના માઘ્યમથી એજ ગામનાં મુસ્લિમ યુવક સાથે સબંધ કેળવાયો જેનો યુવકે ગેરલાભ ઉઠાવી દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવી છે. વિસાવદર પોલીસમાંથી મળતી વિગત મુજબ રામપરા ગામની 16 વર્ષની સગીરાને ઘરના વાડા પાછળ અલ્તાફ જાહીદભાઇ ઓથી (ઉ.વ.19) રહે.ભેંસાણ વાળાએ દુષ્કર્મ ગુજારતા 16 વર્ષની સગીરાને વિસાવદર હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. દુષ્કર્મની ઘટના સામે આવતા વિસાવદરમાં નરાધમો સામે ફીટકાર જોવા મળી હતી.
દુષ્કર્મની ઘટનાનાં બનાવને પોલીસે ગંભીરતાથી જોઇને તૂરંત કાર્યવાહી હાથ ધરી હતી અને આરોપીઓને ગણતરીની કલાકોમાં રાઉન્ડઅપ કરી લેવામાં સફળતા મળી હતી. પોલીસનાં જણાવ્યા મુજબ 16 વર્ષની તરૂણીને સોશિયલ મીડિયાના માઘ્યમથી યુવક સાથે આંખ મળી હોય જેના લીધે બંન્ને એક બીજા સાથે વાતચીત કરતા હોય જેનો લાભ દુષ્કર્મ આચરનાર અલ્તાફ જાહીદભાઇ ઓથી અને તેનો સગીરવયનો સાથી મિત્ર મદદગારીમાં સામેલ હોવાનું સામે આવ્યુ છે. સમગ્ર દુષ્કર્મ મામલે વિસાવદરમાં રોષ ફાટી નિકળ્યો હતો અને સ્થાનિક આગેવાનોએ વિસાવદર પોલીસ અધિકારીને રજૂઆત કરીને આરોપીઓને કડક સજા કરવાની માંગણી કરી હતી.
યુવતીઓ માટે ચેતવણી રૂપ કિસ્સા
આજના યુગમાં યુવક-યુવતીઓ મોબાઇલમાં વિવિધ સોશિયલ સાઈટો પર ચેટિંગ કરીને ભોળવાઈને નરાધમોના હાથમાં આવી જવાના કિસ્સા વધી રહ્યા છે. સોશિયલ મીડિયાનો સદ ઉપયોગ કરતા દૂર ઉપયોગ વધારે થઇ રહ્યો છે. આવા કિસ્સાથી પરિવારમાં ચિંતાનો વિષય બન્યો છે અને યુવતિઓ પણ આવા દુષણોથી દૂર નહીં રહે તો હજુ અનેક પરિવારની બહેનો દિકરીઓની ઇજ્જત લૂંટાતી રહેશે.
- Advertisement -
અઠવાડિયામાં બે લવજેહાદ
જૂનાગઢ જિલ્લામાં એક અઠવાડીયામાં લવ જેહાદના બે કિસ્સા સામે આવતા હિન્દુ સમાજમાં રોષ ફેલાયો છે. જેમાં જૂનાગઢની એક યુવતિને બરેલીના યુવકે ફસાવીને પ્રેમ સબંધનો કિસ્સો હજુ શાંત નથી થયો ત્યાં બીજો એક કિસ્સો વિસાવદરનાં રામપરા ગામની 16 વર્ષીય તરૂણીને સોશિયલ મીડિયાના માધ્યમથી ફોસલાવી દુષ્કર્મની ઘટના સામે આવતા બંન્ને કિસ્સામાં પોલીસની સતર્કતાના કારણે મુળ સુધી પહોંચી આરોપીને ઝડપી લેવામાં સફળતા મળી છે.